Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આગરા-અલીગઢ નેશનલ હાઈવે પર બસ અને ઈ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત : 4 લોકો ગંભીર ઘાયલ

હાથરસમાં સ્પીડમાં આવતી બસ અને ઈ-રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર; ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ લોકોને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કર્યા

હાથરસમાં સ્પીડમાં આવતી બસ અને ઈ-રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના આગરા-અલીગઢ નેશનલ હાઈવે પર બની હતી

 . ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ લોકોને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કર્યા છે.

(12:23 am IST)