Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દિલ્હી -એનસીઆરમાં જોરદાર ભૂકંપના આંચકા : 5.5ની તીવ્રતાનો આંચકો : સમગ્ર ઉત્તર ભારતમાં પણ અનુભવાયા આંચકા : અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ

પંજાબ-જમ્મુ કાશ્મીરમાં આંચકા :ગાઝિયાબાદ, નોઈડામાં,અને ઝારખંડમાં પણ અનુભવાયા આંચકા : ચીન, પાકિસ્તાન અને કઝાકિસ્તાનમાં અનુભવ્યા આંચકા : લોકો ઘરની બહાર દોડી ગયા

નવી દિલ્હી : દિલ્હી -એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે,  ઉત્તર ભારતમાં પણ આંચકા મહેસુસ કરાયા છે,આ ભૂકંપનું  અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ  હોવાનું અને અંદાજે 30 થી 40 સેંકન્ડ સુધી આંચકા અનુભવાયાનું જાણવા મળે છે

 મળતી માહિતી મુજબ પંજાબ-જમ્મુ કાશ્મીરમાં આંચકાઅનુભવાયા છે જયારે  ચીન, પાકિસ્તાન અને કઝાકિસ્તાનમાં વ્યા આંચકા અનુભવાયા છે ભારે આંચકાથી  લોકો ઘરની બહાર દોડી ગયા  હતા

  ગુજરાત ભવનમાંથી મહાનુભાવો બહાર નીકળી ગયા: રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભુપતભાઈ બોદરે કહ્યું હતું કે લગભગ ૩૦ થી ૪૦ સેકન્ડ સુધી આંચકો ચાલ્યો હતો. આ ઉપરાંત લેહ, અમૃતસરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

(10:37 pm IST)