Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન'': મહાત્મા ગાંધી તથા માર્ટિન લ્યુથર કિંગના વિચારોના ફેલાવા માટે અમેરિકાની પાર્લામેન્ટમાં પ્રસ્તાવ

વોશીંગ્ટનઃ અમેરિકાની પાર્લામેન્ટમાં મહાત્મા ગાંધી તથા માર્ટીન લ્યુથર કિંગના વિચારોના ફેલાવ માટે ''ગાંધી-કિંગ ફાઉન્ડેશનની સ્થાપના કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો છે.

નાગરિક અધિકાર નેતા કોંગ્રેસમેન જોન લુઇસએ રજુ કરેલા આ પ્રસ્તાવમાં પાંચ વર્ષ સુધી દર વર્ષે ૩ કરોડ ડોલર ફાળવવા સાથે કુલ ૧૫ કરોડ ડોલરની માંગણી કરી છે. જે અંતર્ગત ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનું સંચાલન યુનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)