Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલને ચૂપ કરવાની કોશિષ વિચલિત કરનારી : અમેરિકના પ્રવાસે ગયેલા ભારતના વિદેશમંત્રી રવિશંકરે પ્રમિલા જયપાલને મળવાનો ઇન્કાર કરતા અન્ય ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ નારાજ

વોશિંગટન : આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશમંત્રી એસ.રવિશંકરે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલને મળવાનો ઇન્કાર કરી દીધો હતો જે તેઓના કાશ્મીરમાંથી હટાવાયેલી 370 મી કલમ અંગે ભારત સરકારનો વિરોધ કરવા માટેનો હતો.

આ બાબતે અન્ય ઇન્ડિયન અમેરિકન  સેનેટર મહિલા  સુશ્રી કમલા હેરિસે નારાજગી વ્યક્ત કરી છે.તથા જણાવ્યું છે કે  તેઓ જયપાલના સમર્થનમાં ઉભા છે. ઉલ્લેખનીય છે કે પ્રેમિલા જયપાલ અને કમલા હૈરિસ બંને ભારતીય મૂળના છે.તથા ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસમાં ચૂંટાઈ આવેલા છે.

આ અગાઉ અમેરિકન સેનેટર અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર બનાવાની દાવેદાર એલિઝાબેથ વોરેન એ શુક્રવારના રોજ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે ભાગીદારી માત્ર ત્યારે સફળ થશે જ્યારે સાચી વાર્તા અને ધાર્મિક બહુલતાવાદ, લોકતંત્ર અને માનવાધિકારના પ્રત્યે સંયુકત સમ્માન તેમનો આધાર હોય. તેમણે કહ્યું કે સાંસદ પ્રેમિલા જયપાલને ‘ચુપ કરવાની કોશિષ ખૂબ જ વિચલિત’ કરનારી છે. જયપાલે અમેરિકન સંસદમાં કાશ્મીર પર પ્રસ્તાવ લાવીને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઇ હટાવ્યા બાદ ત્યાં લગાવામાં આવેલા તમામ પ્રતિબંધોને હટાવાનો અનુરોધ કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)