Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

દિલ્હીના દરિયાગંજમાં આગજની : પ્રદર્શનકારીઓ પથ્થરમારો : અનેકની અટકાયત

પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી એક ગાડીને આગ લગાડી દીધી

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ સામે દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કાનપુર અને ફિરોઝાબાદમાં ફાયરિંગની ઘટના બની છે

 દિલ્હીના દરીયાગંજમાં પ્રદર્શનકારીઓએ આગજની કરી હતી. પોલીસ ઉપર પ્રદર્શનકારીઓએ પત્થરમારો પણ કર્યો હતો

   પોલીસે કહ્યું હતું કે ભીડ દરીયાગંજ વિસ્તારની નથી. પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી એક ગાડીને આગ લગાડી દીધી હતી. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. પોલીસે પ્રદર્શનકારીઓને દુર કરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

(9:49 am IST)