Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ : એક વ્યક્તિને ગંભીર ઇજા

બૉક્સમાં બ્લાસ્ટ થયો હતો કે મોબાઈલમાં તેની તપાસ શરૂ

 

હુબલીઃ કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર  બ્લાસ્ટ થયો હતો.જેમાં એક શખશને ગંભીર ઈજાઓ થઈ હતી. બ્લાસ્ટ થતાં રેલવે સ્ટેશન ઉપર દોડધામ સર્જાય હતી.

 મળતી વિગત મુજબ બ્લાસ્ટ એક બૉક્સમાં થયો હતો. બૉક્સ એક શખસ લઈને જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્ટેશનને કોર્ડન કરીને તપાસ શરુ કરી છે.

ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલીક નજીકના દવાખાનામાં ખસેડાયો છે. તપાસમાં હજુ સ્પષ્ટ નથી થયુ કે, બૉક્સમાં બ્લાસ્ટ થયો હતો કે મોબાઈલમાં. પોલીસે સીસીટીવી ફુટેજ તેમજ પ્લેટફોર્મ પર બેઠેલા લોકોની પુછપરછ કરી તપાસ આરંભી છે.

(1:01 am IST)