Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

લીવ ઇન રિલેશનનો કરૂણ અંજામ

પત્નીને તરછોડી સાસુ સાથે રહેતો હતો જમાઇ : ગુસ્સો ચડયો તો હત્યા કરી નાખી

ભોપાલ, તા. ર૧ : મધ્ય પ્રદેશના ભોપાલમાં એક શખ્સે રવિવારે પોતાની લિવ ઈન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી નાથી. આ બંને વચ્ચે સાસુ અને જમાઈનો સંબંધ હોવાનું કહેવાઈ રહ્યું છે. હત્યાની જાણકારી મળતા જ પોલીસે ત્યાં પહોંચીને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો હતો.

પોલીસ મુજબ અશોક વિકાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરુખ નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. શનિવારે શાહીન અને શાહરુખ વચ્ચે ઝદ્યડો થઈ ગયો. ઝદ્યડાનું કારણ શાહીદનનું દેહ વ્યાપાર કરવાનું બતાવાઈ રહ્યું હતું. શાહરુખે શાહીનને દેહવ્યાપાર ન કરવા અને તેમાંથી બહાર આવવા કહ્યુ હતું પરંતુ તે આ વાત ન માની અને તેમના વચ્ચે ઝદ્યડો થઈ ગયો. રવિવારે શાહરુખે શાહીનનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

હત્યા કર્યા બાદ શાહરૂખે જાતે જ તેની જાણકારી પોતાના એક મિત્રને આપી. દ્યટના સંબંધમાં દોસ્તને જાણકારી આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઈ ગયો. કોઈએ પોલીસને જાણ કરી. ફ્લેટ પર પહોંચેલી પોલીસ જોયું તો ત્યાં શાહીનનો મૃતદેહ પડ્યો હતો.

હેરાન કરનારી બાબત એ છે કે આરોપી શાહરૂખના લગ્ન થોડા વર્ષો પહેલા જ શાહીનની દીકરી સાથે થયા હતા. શાહરુખના નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ બંધાયા. શાહીને પોતાના પતિથી ડિવાર્સ લીધા હતા. આ બાદ સાસુ અને જમાઈ સાથે રહેવા લાગ્યા. પોલીસ મુજબ શાહીન દેવવ્યાપારના ધંધામાં સંડોવાયેલી હતી અને પાછલા વર્ષે જ આ કારણે તેની ધરપકડ કરાઈ હતી. હાલમાં પોલીસ ફરાર આરોપી જમાઈની શોધખોળ કરી રહી છે.

(4:05 pm IST)