Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

છત્તીસગઢ અશ્લીલ સીડી કાંડઃ સુપ્રીમની ટ્રાયલ પર રોકઃ મુખ્યમંત્રી બઘેલને નોટીસ

રાંચીઃ છત્તીસગઢના અશ્લીલ સીડી કાંડ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેષ બધેલ વિરૂધ્ધ ચાલી રહેલ ટ્રાયલ ઉપર રોક લગાવી છે. સીબીઆઈએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવા અરજી કરેલ. જે અંગે સુપ્રીમે બઘેલને નોટીસ પણ આપી છે. આ મામલે રિંકુ ખનુજાની આત્મ હત્યા બાદ સીબીઆઇએ અપ્રત્યક્ષ રીતે તપાસમાં ઝડપ વધારેલ નહી. સીબીઆઈએ સુપ્રીમમાં કરેલ અરજીમાં કૈલાશ મુરારકા અને અન્ય ચાર લોકોને પક્ષકાર બનાવ્યા છે. ૨૦૧૭માં પૂર્વ મંત્રીની કથીત સીડીની ખબર પડતા છત્તીસગઢમાં રાજકીય ભુકંપ આવી ગયેલ.

(4:03 pm IST)