Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં જોરદાર હિમવર્ષાઃ દિલ્હી-એનસીઆરમાં ઠંડી શરૂ

કેદારનાથ-બદરિનાથ ધામ સહિતના પહાડી રસ્તાઓ પર બરફની ચાદર

દહેરાદૂન,તા.૨૧:ઉત્ત્।રાખંડમાં ઓકટોબરમાં જ જોરદાર  હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. કેદારનાથ અને  ોબદરિનાથમાં જોરદાર હિમવર્ષા જોવા મળી  છે. ઓકટોબર મહિનામાં ભારે હિમવર્ષાની  શરૂઆત થવાથી સમગ્ર વિસ્તારમાં  ઠંડી અચાનક વધી ગઈ છે. આ બરફ વર્ષાને કારણે મુસાફરોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હિમવર્ષાને કારણે ઝેદારનાથ અને બદરિનાથ ધામના પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે.

હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ અને બદરિનાથ ધામના કપાટ ટૂંક સમયમાં બંધ થાય તેવી શકયતા છે, ઉલ્લેખનીય છે કે, પવિત્ર ધામોના કપાટ હવામાન પર નિર્ભર હોય છે અને ઠંડીની તીવ્રતા મુજબ તે ખૂલે છે અને બંધ થાય છે. હાલના હવામાનને ધ્યાનમાં ં રાખીને એવી શકયતાઓ ઊભી થઈ છે જે આ મહિનાના અંત સુધીમાં પવિત્ર ધામના કપાટ બંધ કરવામાં આવશે. બીજી તરફ, ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને ઉત્ત્।રાખંડના દ્યણા વિસ્તારોમાં સિઝન પહેલાં જ પ્રવાસીઓનો મેળાવડો થવા લાગ્યો છે.

પહાડોમાં દ્યણા દિવસો બાદ ગઈ કાલથી હવામાન ઓચિંતું પલટાયું છે. ઉત્ત્।રાખંડ અને હિમાચલ પ્રદેશનાં ઊંચા શેખરો બરફવર્ષાથી સફેદ થઈ ગયા છે. વરસાદ સાથે ભારે હિમવર્ષા થતાં પર્વતોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશના કેલાંગમાં તાપમાનનો પારો -૦.૬ ડિગ્રી સેલ્સિયસ.થઈ ગયો. છે. ઉત્ત્।રાખંડના કેદારનાથ અને બદરિનાથ ધામનાં શિખરોની સાથે હેમકુંડ સાહિબ અને નીલકંઠ પર્વત વગેરે ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામની આસપાસનાં ઊંચાં શિખરો પર બરફ છવાઈ ગયો છે. હર્ષિલ, ગંગોત્રી અને યમુનોત્રી ક્ષેત્રમાં તાપમાન સવારે અને રાત્રે પાંચ ડિગ્રી સેલ્સિયસ પ૨ પહોંચ્યું હતું.

ઉત્ત્।રાખંડમાં શરૂ થયેલી ભારે બરફવર્ષાની અસર દિલ્હી-એનસીઆર સહિત ઉત્ત્।ર ભારતના દ્યણા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી- એનસીઆરતની સાથે આસપાસના દ્યણા વિસ્તારોમાં ઠંડીમાં ઓચિંતો વધારો જોવા મળ્યો છે. સવારે ઝાકળની ચાદરની સાથે તાપમાનમાં પણ જોરદાર દ્યટાડો જોવા મળ્યો હતો. આજે સવારે પથી ૬ વાગ્યા દરમિયાન દિલ્હીમાં લદ્યુત્ત્।મ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું હતું.

(3:59 pm IST)