Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

એમ્સના સંશોધનની કમાલ

૧૩ જડીબુટીમાંથી બનાવી એન્ટીબાયોટિક દવા

'ફીફાટ્રોલ' અપાયુ નામઃ સ્ટૈફિલોકસી બેકટેરિયાને મારે આ દવા

નવી દિલ્હી, તા.૨૧: બિન અસરકારક બની રહેલી એન્ટી બાયોટીક દવાઓનો કારગત વિકલ્પ આયુર્વેદમાંથી મળ્યો છે. ભોપાલ એમ્સના એક નવા અભ્યાસમાં ૧૩ જડીબુટીઓમાંથી તૈયાર કરવામાં આવેલ દવા ફીફાટ્રોલ મુખ્ય બેકટેરીયા સમુહના ચેપ સાથે અસરકારક સાબિત થઇ છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે ફીફાટ્રોલ સ્ટેફીલોકોકસ બેકટેરીયા સામે અત્યંત શકિતશાળી છે. આ પ્રજાતિના ઘણાં બેકટેરીયા એપિડર્મીસ, સ્પોફીટીકસ, આરિયસ વગેરે સક્રિય છે. આ આયુર્વેદિક દવાની ઇકોલાઇ, ન્યુમોનિયા, કે એ રોજેન પર પણ જોરદાર અસર જોવા મળી છે.આ અભ્યાસ ટીમના ચીફ અને એમ્સ ભોપાલના ડાયરેકટર ડોકટર સમરનસિંહ અનુસાર સામાન્ય રીતે આયુર્વેદિક દવાઓ રોગ પ્રતિકારક શકિત વધારે છે. પણ ફીફાટ્રોલમાં બેકટેરીયા સામે લડવાની શકિત જોવા મળી છે. આ શોધના પ્રારંભિક પરિણામો ઉત્સાહજનક છે. સ્ટેફીલોકોકસ પ્રજાતિના બેકટેરીયા શ્વાસ, પેટ અને ચામડીને લગતા રોગ ફેલાવે છે અને નબળી રોગ પ્રતિકારક શકિત ધરાવતા લોકો માટે ઘાતક સાબિત થાય છે.(૨૩.૬)

આવી રીતે તૈયાર કરાઇ છે ફીફાટ્રોલ

સુદર્શન વટીઃ  આ વટી લીવરનો સોજો ઘટાડે છે

સંજીવની વટીઃ રોગ પ્રતિકારક શકિત વધારે છે

ગોદંતી ભસ્મ : તાવ, અલ્સર વગેરે મટાડે છે

ત્રિભુવનકિર્તી રસઃ ડેન્ગ્યુ, ચિકનગુનિયામાં રામબાણ દવા

મૃત્યુંજય રસઃ અપચા અને વાયુમાં અસરકારક

આઠ અન્ય તત્વોઃ તુલસી, કુટકી, ચિરાયાતા, મોથા, ગિલોય,

           દારૂ હળદર, કરંજ અને અપ્પામાર્ગના અંશ

(3:48 pm IST)