Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુબ્રમણ્યમ સ્વામીનું નવું ઉબાડીયુઃ શું ગોડસેની ગોળીથી જ મર્યા હતા બાપુ?

મહાત્મા ગાંધીની હત્યાનુ ફરીથી વિશ્લેષણ થવુ જોઇએ

નવી દિલ્હી : નવી દિલ્હી રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે મહાત્મા ગાંધીની હત્યાનું ફરીથી વિશ્લેષણ કરવું જોઇએ તેમને કહ્યું કે ગાંધીજીની હત્યાનો વિશ્લેષણ કરવાથી તે ચોખવટ થઈ શકશે કે ગાંધીજી નું મોત નાથુરામ ગોડસે ની પુણ્યતિથિ જ થયું હતું આ દરમિયાન સ્વામીએ મહાત્મા ગાંધીનું પોસ્ટમોર્ટમ ન કરાવવા તેમને સમયસર હોસ્પિટલે પહોંચાડવા જેવી બાબતો પર સવાલ ઉઠાવ્યા હતા તેમને એમ પણ કહ્યું હતું કે કેટલી ગોળીઓ છોડી હતી તે બાબતે પણ  અસમંજસતા છે. ભાજપા સાંસદ કહ્યું કે જે લોકોને લાભ મળ્યો તેમની પૂછપરછ કેમ નક્કી થાય છે તેના પર તેઓ રિસર્ચ કરી રહ્યા છે

રામ મંદિર કેસમાં ચુકાદા બાબતે તેમણે કહ્યું કે હવે અયોધ્યામાં રામમંદિર જલ્દી બને તેવી શકયતાઓ વધી ગઇ છે તેમણે માંગણી કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિર માટે પણ જમીન સંપાદનનો માર્ગ મોકળો કરવો જોઈએ સ્વામીએ કહ્યું કે જમીન સંપાદન કરતી વખતે બીજા પક્ષો અને યોગ્ય વળતર આપવું જોઈએ નહીં તર તેઓ આંદોલન કરશે

શનિવારે સિમલામાં અખિલ ભારતીય વિરાટ હિંદુ મહાસભાના સભ્યોની સાથે મીડિયા સાથે વાતચીતમાં તેમણે એવું કહ્યું હતું સ્વામી અર્થવ્યવસ્થામાં મંદિર પર વાત કરતાં કહ્યું કે બેન્કમાં જમા નાણાં પર વધુ વ્યાજ આપવું જોઈએ જેથી લોકો બેંકમાં પૈસા જમા કરાવવા પ્રોત્સાહિત થાય અને સાથે જ તેમણે સલાહ આપી કે લોનના વ્યાજ ઘટાડવા જોઇએ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અને તેમના દ્વારા લેવામાં આવે આર્થિક સુધારા અંગેના પગલાં ના પણ વખાણ કર્યા હતા.

(1:05 pm IST)