Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ARPU તે ઘટતા રોકવાનો પ્રયાસ

જિયોએ રૂ.૧૯ અને રૂ.પરના સસ્તા પ્લાન બંધ કર્યાઃ ટેરિફ પ્લાન રૂ.૯૮ થી શરૂ થશે

બઇ તા. ર૧ : રિલાયન્સ જિયો ઇન્ફોકોમે અગાઉ તમામ ગ્રાહકોને ઉપલબ્ધ રૂ.૧૯ અને રૂ.પરના પ્રીપેઇડ પેક હટાવી લીધા છે. એનો અર્થ એ થયો કે, જિયોનો ટેરિફ પ્લાન હવે રૂ.૯૮થી શરૂ થશે. ઓછી કિંમતના રિચાર્જને ઘટાડવાનો રિલાયન્સ જિયોનો આ વધુ એક પ્રયાસ છે.

ઉલ્લેખનીય છે કે, જિયો છેલ્લા કેટલાક સમયથી ટેલીકોમ માર્કેટ માટે મહત્વનો માપદંડ ગણાતા ARPU (યુઝર દીઠ સરેરાશ આવક)માં ઘટાડો સામનો કરી રહી છે. રૂ.૧૯ અને રૂ. પરના રિચાર્જ સેશે અનુક્રમે એક અને સાત દિવસ માટે હતા.

જિયોએ પ્રતિ મિનિટ છ પૈસા ઇન્ટરકનેકટ યુઝર  ચાર્જ (IUC) રિકવર કરવાની શરૂ કર્યો એ પહેલા આ નાના રિચાર્જ પેક ઉપલબ્ધ હતા. સુત્રએ જણાવ્યું હતું કે, ''ટુંકા ગાળાની જરૂરીયાત માટે રૂ.૧૯ અને રૂ. પરના રિચાર્જ પ્લાન દાખલ કરાયા હતા. પણ તેના ખાસ ગ્રાહકો ન હતા. ARPU ચાર્જ લેવાનું શરૂ કર્યા પછી એ પેક રદ કરાયા હતા.''

હવે જિયોના ગ્રાહક માટે રૂ.૯૮ ના રિચાર્જના છે. જેમાં બે જીબી ડેટા, રોજના ૧૦૦ SMS અને અનલિમીટેડ વોઇસ કોલ મળે છે. જેની તુલનામાં એરટેલનો ર૮ દિવસનો પ્લાન રૂ.૩પ થી  શરૂ થાય છ.ે જો કે, ર૮ દિવસ માટે કંપનીનો ટેરીફ દર રૂ.ર૩ છે અને તેમાં આઉટગોઇંગ કોલ્સ થઇ શકતા નથી. એવી રીતે વોડાફોન આઇડિયાનું ર૮ દિવસનું લઘુતમ રિચાર્જ રૂ.૩પનું છેજેમાં વોઇસ અને ડેટાનો લાભ મળે છે, પણ અન્ય રૂ.ર૪ ના રિચાર્જમાં એટલી જ વેલિડીટી સાથે આવો કોઇ લાભ મળતો નથી એનાલિસ્ટસના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે નાના રિચાર્જનો ઉપયોગ ગ્રાહકોને હરીફ કંપનીમાં જતા અટકાવવા માટે થાય છે. ટેલિકોમ ઉદ્યોગના વરિષ્ઠ એકઝિકયુટીવ અને જિયોના ભુતપૂર્વ એમડી સંદીપ દાસે જણાવ્યું હતું કે, ''નાના રિચાર્જ પ્લાનને રદ કરવાનો નિર્ણય સુચવે છે કે, ઓપરેટર ARPUs માં સુધારો કરવા માંગે છે દાસ ર૦૦૪માં હચમાં હતા ત્યારે તેમણે નાના રિચાર્જ પેકેજનો કોન્સેપ્ટ અમલમાં મુકયો હતો. ટેલીકોમ કંપનીઓ માટે પ્રિ-પેઇડ ટેરિફમાં ફેરફાર ARPUs પર મોટી અસર કરે છે.કાર કે ૯૦ ટકાથી વધુ ગ્રાહકો પાસે હજુ આવા પ્લાન્સ છે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ જુની ટેલીફોમ કંપની જિયોનો  ચોખ્ખો નફો જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ૪પ ટકાથી વધુ વધ્યો છે. પણ તેના ARPU જુનમાં પુરા થયેલા કવાર્ટરના રૂ. ૧રર થી ઘટીને રૂ. ૧ર૦ થયા છે અગાઉના વર્ષે આ આંકડો રૂ.૧પ૬ હતો. જિયોની ARPU એરેટલ કરતા નીચા છેજુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં એરટેલની ARPU નો આંકડો રૂ. ૧ર૯ હતો , જે આ વખતે વધવાનો અંદાજ છે. ગયા કવાર્ટરમાં વોડાફોન આઇડીયાની ARPU રૂ.૧૦૮ હતી જિયોએ શુક્રવારે ત્રિમાસિક પરિણામ વખતે જણાવ્યું હતું કે, ગ્રાહકો વધતા હોય તો ARPU ઘાટે તેમાં કંઇ વાંધો નથી જિયોના સ્ટ્રેટેજી હેડ અંશુમાન ઠાકરે જણાવ્યું હતું કે, '' હાલના તબકકે કંપની ડિજિટલ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એનો અર્થ એ થયો કે, અમે અમારા નેટવર્ક હેઠળ વધુને વધુ ગ્રાહકો લાવવા માંગીએ છીએ''

(11:44 am IST)