Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પેન્શન મેળવવાની વય મર્યાદા પ૮ને બદલે ૬૦ વર્ષ કરાશેઃ EPFO

બોર્ડની મંજૂરી મળ્યા પછી પ્રસ્તાવ લેબર મિનીસ્ટ્રીને મોકલાશે ઇપીએફઓ મોટી ઉંમરે પેન્શન લેનારને આપશે બોનસ

 નવી દિલ્હી તા. ર૧ :.. એમ્પ્લોઇ પ્રોવીડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)  એક પ્રસ્તાવને ટૂંક સમયમાં જ આગળ મોકલી શકે છે જેના હેઠળ પેન્શન લેવાની વયમર્યાદા પ૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવામાં આવશે. જો કે સબ સ્ક્રાઇબરને આ ફેરફારનો વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવશે. આ વિકલ્પ મળવાથી લાભાર્થીને પેન્શન ફંડ વધારવાની તક મળશે. ઇપીએફઓ વધારે ઉમરે પેન્શન લેનારાઓ માટે બોનસ પણ ઓફર કરી શકે છે.

ઇપીએફઓ એ ઇપીએફ અને એમ. પી. એકટ ૧૯પર માં જે ફેરફારનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે તેમાં કહેવાયું છે કે અત્યારે સુપરએન્યુએશનની ઉમર પ૮ વર્ષ છે. તેને ૬૦ વર્ષ કરવાની જરૂર છે. દુનિયામાં મોટાભાગના પેન્શન ફંડ ૬પ વર્ષે પેન્શન આપે છે.ઇપીએફઓનું માનવુ છે કે ઇપીએફઓ હેઠળ પેન્શન યોગ્ય ઉમર ને સરકારી પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સીસ્ટમ અનુસાર કરવી જોઇએ જેમાં વય મર્યાદા ૬૦ વર્ષ છે. એક સીનીયર અધિકારીએ કહયું કે આ પ્રસ્તાવ સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની નવેમ્બરમાં થનારી મીટીંગમાં મુકવામાં આવશે અને બોર્ડની મંજૂરી મળ્યા પછી તેને કેબીનેટની મંજૂરી માટે લેબર મીનીસ્ટ્રીને મોકલવામાં આવશે.

ઇપીએફઓનું માનવુ છે કે વય મર્યાદા વધારવાથી પેન્શન ફંડમાં ડેફીસીટ ૩૦૦૦૦ કરોડ રૂપિયા જેટલી ઘટી જશે. જયારે સભ્યો માટે લાભ વધી જશે કેમ કે નોકરીના બે વર્ષ વધી જશે.

એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ ૧૯૯પ અનુસાર, નોકરી દાતાનો હિસ્સો કર્મચારીના પગારના ૮.૩૩ ટકા જેટલો હોય છે. તેમાં પેન્શન યોગ્ય પગારની લીમીટ ૧પ૦૦૦ રૂપિયાની છે. ઇપીએસ-૯પ સ્કીમ હેઠળ લગભગ ૬૦ લાખ પેન્શનરો છે અને તેમાં ૩ લાખ કરોડ રૂપિયાનું પેન્શન ફંડ છે.

(11:41 am IST)