Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ફૂલી વેકસીનેટેડ વ્યકિતઓ કરી શકશે યુએસની યાત્રા

અમેરિકામાં નવેમ્બરથી હળવા થશે કોરોના નિયમો

ન્યૂયોર્ક, તા.૨૧ : અમેરિકાએ સોમવારે એક નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ  જાહેરાત કરી જેના હેઠળ નવેમ્બરથી ફૂલી વેકસીનેટેડ વ્યકિતઓને દેશમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. તેનાથી ભારત જેવા દેશો પર લાગેલા પ્રતિબંધ પણ ખતમ થઇ જશે. જેને અમેરિકાએ પહેલાં લાગૂ કર્યા હતા. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ૨૦૨૦ માં કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં વિદેશ યાત્રીઓને અમેરિકામાં પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હટાવી દીધો હતો.

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે ભારત જેવા દેશોના વેકસીનેશનવાળા લોકો હવે અમેરિકાની ઉડાન ભરી શકશે. તેમને અમેરિકાની યાત્રા દરમિયાન પોતાના વેકસીનેશનના પ્રૂફ બતાવવા પડશે. વ્હાઇટ હાઉસ કોવિડ-૧૯ રિસ્પોન્સને ઓર્ડિનેટર જેફ જિએંટ્સએ એક વર્ચુઅલ પત્રકાર પરિષદ દરમિયાન સંવાદદાતાને કહ્યું શ્નઆજે અમે એક નવા ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ સિસ્ટમલૃ ની જાહેરાત કરી રહ્યા છીએ. આ નવી સિસ્ટમમાં અમેરિકા માટે ઉડાન ભરનાર મુસાફરો વડે કોરોના ફેલાતો રોકવા, અમેરિકીઓની રક્ષા કરવા અને ઇન્ટરનેશનલ ટ્રાવેલને સુરક્ષિત બનાવવા માટે પ્રોટોકોલ સામેલ છે.

જેફ જિએંટ્સએ કહ્યું- અમેરિકાએ વિજ્ઞાન અને સાર્વજનિક સ્વાસ્થ્યને પોતાના માર્ગદર્શકના રૂપમાં રાખતાં એક નવા ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમને વિકસિત કરી છે. આ અમેરિકનોની દેશમાં સુરક્ષાને વધારવા અને સાથે જ ઇન્ટરનેશનાલ એર ટ્રાવેલને પણ સુરક્ષિત કરશે. તેમણે કહ્યું શ્નનવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ હેઠળ નવેમ્બરથી ફ્લાઇટસની શરૂઆત થશે. અમેરિકાના માટે ઉડાન ભરનાર વિદેશી નાગરિકોને ફૂલી વેકસીનેટેડ હોવું અનિવાર્ય હશે અને તેમને અમેરિકા જનાર પ્લેનમાં સવાર થતાં પહેલાં વેકસીનેશનનું પ્રૂફ બતાવવું પડશે.

ભારત, બ્રાઝીલ, બ્રિટન, ચીન, ઇરાન અને દક્ષિણ આફ્રીકા જેવા દેશોમાંથી આવનાર લોકો માટે હાલના કોરોન્ટાઇન નિયમો અને ટ્રાવેલ બેન પર એક પ્રશ્નના જવાબમાં, જિએંટ્સે કહ્યું કે નવેમ્બરની શરૂઆતમાં અમેરિકા આ નવી અને ખૂબ કડક વૈશ્વિક સિસ્ટમ તરફ આગળ વધશે. તેમણે કહ્યું કે નાગરિકોનું વેકસીનેટેડ હોવું જરૂરી હશે. તેમણે વેકસીનેટેડ હોવાના પુરાવા બતાવવા પડશે. ત્યારબાદ ટેસ્ટિંગ અને કોન્ટ્રેકટ ટ્રેસિંગમાંથી પસાર થવું પડશે.

(1:02 pm IST)