Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

લોકતાંત્રિક ભારતને મૌન કરવાનું ચાલુ છે : રાજયસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૮ રાજયસભા સાંસદોને સસ્પેન્ડ કરવા પર કહ્યું છે લોકતાંત્રિક ભારતને મૌન કરવાનું જારી છે. પહેલા એમને ચૂપ કરવામાં આવ્યા પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કાળા કાનૂનો પર ખેડુતોની ચિંતાઓથી મોઢું ફેરવી લીધું એમણે કહ્યું સર્વજ્ઞ સરકારના અંતહીન અહંકારએ દેશ માટે આર્થિક સંકટ લાવી દીધું છે.

(10:10 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST

  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST

  • અત્યારે રાત્રે 10:45 વાગે ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પ્રચંડ વાદળા છવાયેલા જોવા મળે છે. રાજકોટ ઉપર વાદળાઓની ભયંકર ગડગડાટી થઈ રહી છે.. access_time 11:04 pm IST