Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ડાર્જિલિંગ ચાના બાગોમાં કામ કરતા કર્માચારીને મળશે 20 ટકા બોનસ : બે હપ્તામાં ચૂકવાશે

પ્રથમ હપ્તા 10 ઓક્ટોબર સુધીમાં 15 ટકા અને બાકીની રકમ દિવાળી પહેલા અપાશે

નવી દિલ્હી : લગભગ 87 ડાર્જિલિંગ ચાના બાગોમાં કામ કરતા કર્માચારીને નાણાકિય વર્ષ 2019-20 માટે 20 ટકા બોનસ બે હપ્તામાં આપશે.ડાર્જિલિંગ ટી એસો,(ડીટીએ) ના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે પ્રથમ હપ્તા 10 ઓક્ટોબર સુધીમાં 15 ટકા થશે અને બાકીની રકમ દિવાળી પહેલા ચૂકવવામાં આવશે.

ડીટીએના મુખ્ય સલાહકાર સંદીપ મુખર્જીએ કહ્યું કે શનિવારે ડાર્જિલિંગ ચા ઉદ્યોગ અને ચા એસ્ટેટના અધિકારીઓ સાથેની બેઠક અનિર્ણિત હતી. પરંતુ રવિવારે મળેલી ફરી બેઠકમાં બોનસ કેસ ફાઇનલ થયો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણયથી લગભગ એક લાખ કર્મચારીઓને લાભ થશે

(6:37 pm IST)
  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST

  • રાહુલ ગાંધી આકરા મીજાજમાં કહે છે કે મોદી સરકારે કૃષિ બીલ પસાર કરાવી ખેડૂતો વિરૂધ્ધ મોતનું ફરમાન કાઢયુ છે. લોકશાહી લજજીત બની છે જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું ઘમંડ તેમની આંખોમાંથી લોહીના આંસુ વહાવે છે. access_time 11:31 am IST