Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોના બાદ પરમાણુ યુદ્ધ અને ગ્‍લોબલ વોર્મિંગના સંકટોઃ પ્રસિદ્ધ અમેરિકી ભાષાવિદ અને રાજનીતિક વિશ્‍લેષક નોમ ચોમસ્‍કીનો દાવો

નવી દિલ્હી: જો કોરોનામાંથી માનવજાતિ ઉગરી ગઈ તો પણ ત્યારબાદ આવનારા બીજા બે સંકટોથી આ દુનિયાને કોણ બચાવશે? માનવતા પર મંડરાઈ રહેલા બે મોટા સંકટોની સામે કોરોના મહામારી તો કઈ જ નથી. નોમ ચોમસ્કીએ દુનિયાને ચેતવતા કહ્યું છે કે કોરોનાથી પણ બહુ મોટા બે ભયાનક સંકટ દુનિયાના અસ્તિત્વ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેના પર કોઈ વિચારે છે ખરા?

કોણ છે આ નોમ ચોમસ્કી

92 વર્ષના એવરમ નોમ ચોમસ્કી અમેરિકાના પ્રમુખ ભાષાવૈજ્ઞાનિક, દાર્શનિક, રાજનૈતિક વિશ્લેષક, લેખક અને વ્યાખ્યાતા છે. તથા હાલમાં તેઓ મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રિટાયર્ડ પ્રોફેસર છે. ચામસ્કીને  જેનેરેટિવ ગ્રામના સિદ્ધાંતના સૂચક અને વીસમી સદીના ભાષાવિજ્ઞાનમાં સૌથી મોટા યોગદાનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. આર્ટ્સ અને હ્યુમેનિટિઝ સાયન્ટેશન ઈન્ડેક્સ મુજબ નોમ ચામસ્કી આજ સુધી કોઈ પણ સમયકાળમાં આઠમાં સૌથી મોટા ક્વોટેડ લેખક છે.

કઈ છે આ આફતો અને બંને Impending crises નો શું ઉકેલ છે?

પ્રસિદ્ધ અમેરિકી ભાષાવિદ અને રાજનીતિક વિશ્લેષક નોમ ચોમસ્કીનો દાવો છે કે કોરોના મહામારી બાદ કે તેની સાથે આવનારા આ બે સંકટો કે જેના ઉકેલ અંગે હાલ દુનિયામાં કોઈએ વિચાર્યું નથી. કોરોના આ બંને વૈશ્ચિક સંકટો સામે કઈ જ નથી. ચોમસ્કીના જણાવ્યાં મુજબ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ આ બે એવા સંકટો છે કે જે માનવ સભ્યતાના વિનાશને આમંત્રણ આપી શકે છે.

'બંને આફતો બહુ દૂર નથી'

સૌથી ડરામણી વાત જે ચોમસ્કીએ કહી તે એ છે આમ તો જો કોરોના વાયરસ મહામારી ઘણી ગંભીર સમસ્યા છે પરંતુ હાલના સમયમાં જે પ્રકારે વૈશ્વિક રાજકારણ અને આર્થિક હાલાતમાંથી દુનિયા પસાર થઈ રહી છે તે જોતા આ બંને આફતો હવે આપણાથી બહુ જોવા નથી મળી રહી. ચોમસ્કીએ કહ્યું કે કોરોના મહામારીથી તો આપણે બચી જઈશું પરંતુ બાકીના આ બે વૈશ્વિક જોખમોથી પાર પડવું એ અશક્ય હશે અને આ આફતો દુનિયાને તબાહ કરી નાખશે.

(4:38 pm IST)
  • 188 દિવસના ઇન્તજાર પછી આજ સોમવારે ખુલ્લો મુકાયો ભારતની શાન સમો ' તાજમહેલ ' : કોવિદ -19 ના નિયમોના પાલન સાથે તાજના દીદાર જોવાનો લહાવો આજથી શરૂ : એક દિવસમાં 5 હજારથી વધુ પ્રવાસીઓને પ્રવેશ નહીં access_time 1:50 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST

  • શ્રીનગર : સીઆરપીએફ પર આતંકીએ કર્યો હુમલો : સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરાયો : સુરક્ષાબળો દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ access_time 12:00 pm IST