Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

NGOના પદાધિકારીઓને રજુ કરવું પડશે આધારકાર્ડ

એફસીઆરએમાં સંશોધનનું વિધેયક લોકસભામાં રજૂ

નવી દિલ્હી તા. ૨૧ : વિદેશી સહાયતાનો દુરપયોગ રોકવા માટે સરકારે વિદેશી એફસીઆરએમાં સંશોધનનું વિધેયક લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ સંશોધનોમાં વિદેશી સહાયતા પ્રાપ્ત કરનાર ગેર સરકારી સંગઠનોના પદાધિકારીઓ માટે આધાર અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેમાં સરકારી અધિકારીઓ માટે વિદેશી નાણાં લેવા પર સંપૂર્ણ રીતે રોક લગાવાની પણ જોગવાઈ છે. બિલ રજૂ કરીને ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે વિદેશી સહાયતા અને તેના ઉપયોગમાં પારદર્શિતા લાવવા માટે આ સંશોધન જરૂરી છે.

એફસીઆરએમાં પ્રસ્તાવિત સંશોધનોમાં એનજીઓ માટે વિદેશી સહાયતામાં મળેલી રકમમાં ઓફિસના ખર્ચાની મર્યાદા ઘટાડીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. એટલે કે એનજીઓના વિદેશી સહાયતાના ૮૦ ટકા તે કામમાં ખર્ચવું પડશે જેના માટે વિદેશી સહાયતાના ૮૦ ટકા તે કામમાં ખર્ચવું પડશે જેના માટે વિદેશી ધન આપવામાં આવ્યું હતું. તેની સાથે જ સરકાર કોઈ એનજીઓના એફસીઆરએ લાઇસન્સને ત્રણ વર્ષ માટે નિલંબિત કરવા ઉપરાંત તેને નિરસ્ત પણ કરી શકે છે.

આ સંશોધનો બાદ દેશમાં કોઈ પણ એનજીઓ ફકત દિલ્હીમાં આવેલ સ્ટેટ બેન્કની શાખામાં જ વિદેશી સહાયતા પ્રાપ્ત કરી શકશે. એવી જ રીતે દૂરના વિસ્તારોમાં કામ કરતા એનજીઓ માટે સ્થાનિક બેંકમાં ખાતું ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

(1:07 pm IST)