Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોના બાદ ચીનથી ફેલાયું વધુ એક ઘાતક ઈન્‍ફેક્‍શનઃ જે પુરૂષોને બનાવે છે નપુંસક

અત્‍યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છેઃ એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છેઃ જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે : આ બીમારી વ્‍યક્‍તિથી માણસમાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ કે તેનાથી ઈન્‍ફેક્‍ટેડ પ્રાણીઓનું માંસ ખાવામાં ફેલાય છે.

બીજીંગ,તા.૨૧: વર્ષ ૨૦૨૦માં પૃથ્‍વીવાસીઓ શાંતિથી બેસી કે સૂઈ શક્‍યા નથી. ક્‍યારેક કોઈ કુદરતી હોનારત, ક્‍યાંક આગ, ક્‍યાંક કોરોના, તો ક્‍યાંક અચાનક આવી ગયેલી મુસીબતો. સમગ્ર ૨૦૨૦નાં વર્ષ લોકો માટે પીડાદાયક બની રહ્યું છે. દુનિયાભરાં ફેલાયેલ કોરોના વાયરસને કારણે ચીન બદનામ થઈ ગયું છે. હવે સપ્‍ટેમ્‍બર મહિનામાં ચીનમાં વધુ એક બીમારી ફેલાતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટસ અનુસાર, ચીનમાં એક નવો બેક્‍ટેરીયલ ઈન્‍ફેક્‍શન લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્‍યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેનાથી સંક્રમિત વ્‍યક્‍તિને પહેલા તાવ આવે છે, જેને માલ્‍ટા તાવ નામ આપવામાં આવ્‍યું છે. સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે.

ચીનના ઉત્તર પૂર્વીય વિસ્‍તારમાં ત્રણ હજારથી વધુ લોકોમાં એક નવું બેક્‍ટેરીયલ ઈન્‍ફેક્‍શન ફેલાઈ ગયુ છે. આ બેક્‍ટેરીયા ચીનની એક સરકારી બાયોફાર્માસ્‍યુટિકલ પ્‍લાન્‍ટમાં લીક થયા બાદ ફેલાયો છે.

ચીનના લાંઝુમાં અત્‍યાર સુધી ૩ હજાર ૨૪૫ લોકોમા બ્રુસલોસિસ બેક્‍ટેરીયા મળી આવ્‍યા છે. આ બીમારી વ્‍યક્‍તિથી માણસમાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ કે તેનાથી ઈન્‍ફેક્‍ટેડ પ્રાણીઓનું માંસ ખાવામાં ફેલાય છે. સાથે જ ઈન્‍ફેક્‍ટેડ પ્રાણીઓના ડેરી પ્રોડક્‍ટ્‍સથી પણ વાયરસ ફેલાયો છ.

જોકે, આ વાયરસથી કોઈ મોતની પુષ્ટિ હજી સુધી થઈ નથી. એરિયામાં ત્રણ હજારથી વધુ લોકોના સંક્રમિત થવાથી અત્‍યાર સુધી ૨૨ હજાર લોકોનું સ્‍ક્રીનિંગ કરવામાં આવ્‍યું છે. અમેરિકન ઈન્‍સ્‍ટીટ્‍યૂટ સીડીસીના અનુસાર, આ ઈન્‍ફેક્‍શનથી કેટલાક એવા નુકસાન થાય છે, જે ખામીને દૂર કરવું મુશ્‍કેલ છે.

તેમાંથી એક છે પુરુષોમાં નપુંસકતા ફેલાવવી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેક્‍ટેરીયા પુરુષોમાં નપુંસકતા પેદા કરે છે. ગત વર્ષે ડિસેમ્‍બર મહિનામાં પણ આ બેક્‍ટેરીયા આ વિસ્‍તારમાં ફેલાયા હતા. અંદાજે ૨૦૦ લોકો તેના ઝપેટમાં આવ્‍યા હતા.

જે ફેકટરીમાંથી આ બેક્‍ટેરીયા ફેલાયા, ત્‍યાં બ્રુસેલા વેક્‍સીન બનતી હતી. તે બનાવવા માટે ત્‍યાં એક્‍સપાયર્ડ ડિસઈન્‍ફેક્‍ટન્‍ટ રાખવામાં આવ્‍યું હતું. આ વેક્‍સીનનો ઉપયોગ પ્રાણીઓ માટે, ખાસ કરીને બકરીઓ-દ્યેંટા પર કરવામાં આવ્‍યો હતો. આ એક્‍સપાયર્ડ ડિસઈન્‍ફેક્‍ટેન્‍ટ એક ટેન્‍કમાં રાખવામાં આવ્‍યો હતો, જેમાંથી તે સ્‍પ્રેડ થયો હતો.

સ્‍પ્રેડ થવાની માહિતી મળ્‍યા બાદ ટેન્‍કરને ખાલી કરવામાં આવ્‍યું હતું. આ દરમિયા તેમાં રખાયેલ લિક્‍વીડ પદાર્થ આસપાસ ફેલાઈ ગયું હતું. તેમાંથી બ્રૂસેલોસિસ ફેલાવનારા બેક્‍ટેરીયા હતા. જે પણ તેના સંપર્કમાં આવ્‍યા, તેનાથી તેઓ સંક્રમિત થયા હતા. 

 ૧૩ જાન્‍યુઆરી, ૨૦૨૦માં લોન્‍ઝોઉ બાયોલોજિકલ ફાર્માસ્‍યુટિકલ ફેક્‍ટરીના વેક્‍સીનેશન લાઈસન્‍સને કેન્‍સલ કરી દેવાયું હતું. આ ફેક્‍ટરી પર લોકોનો જીવ જોખમમાં નાખવાનો આરોપ લાગ્‍યો હતો. તેમજ ૮ લોકોને સજા સંભળાવવામાં આવી હતી.

બેક્‍ટેરીયા ફેલાયા બાદ પ્‍લાન્‍ટના માલિકે તેની માફી માંગી હતી. સરકારે પહેલા જ તેનું લાઈસન્‍સ કેન્‍સલ કરી દીધું હતું. હવે જેટલા પણ લોકો તેનાથી સંક્રમિત થયા છે, તેઓને ઓક્‍ટોબર મહિનામાં પ્‍લાન્‍ટ તરફથી વળતર આપવામાં આવ્‍યું છે.

(10:19 am IST)
  • ભુજમાં પાંચ કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ:ભુજ - ખાવડા રોડ પર સરપટ નાકા પાસે દબાણ હટાવાયા:11 દુકાનો તોડવામાં આવી:ભુજ પ્રાંત દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ વેગવાન access_time 6:32 pm IST

  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • મહેસાણાના કડી પોલીસ સ્ટેશન દારૂકાંડને કેસમાં મુખ્ય સૂત્રધાર તત્કાલિન PI ઓ.એમ.દેસાઇની ધરપકડ. અગાઉ 2 PSI સહિત કુલ 6ની ધરપકડ થઈ હતી. access_time 10:03 pm IST