Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કેરળમાં વિનાશક પૂર્ણ 'ગંભીર કુદરતી આફત 'જાહેર કરાઈ

-રાષ્ટ્રીય આફત જાહેર કરે તો રાહત બચાવકાર્યો માટે કેન્દ્ર સરકારે 100 ટકા મદદ કરવી પડે

 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેરળના વિનાશક પૂરને રાષ્ટ્રિય અપત્તિ જાહેર કરવાને બદલે 'ગંભીર કુદરતી આફત' જાહેર કર્યું છે રાજ્યસભાનાના સભાપતતિ એમ. વેંકૈયા નયડુ અને લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને જણાવ્યું કે, કેરળમાં પૂરની તીવ્રતા અને પરિણામને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેને ગંભીર કુદરતી આફત જાહેર કરી છે.

   જો કેન્દ્ર સરકાર કોઈ આફતને રાષ્ટ્રીય આફત જાહેર કરે તો તેણે રાહત અને બચાવ કાર્યો માટે 100 ટકા મદદ આપવાની હોય છે 

  કેરળમાં આવેલા પૂર અને ભૂસ્ખલનની વિનાશક્તાને જોતાં તે તમામ વ્યવહારિક ઉદ્દેશ્યો માટે ગંભીર પ્રકારની કુદરતી આફત છે. કેરળ સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે,

   નાયડુ અને મહાજને જણાવ્યું કે, તેમણે પોતાનો એક મહિનાનો પગાર કેરળમાં રાહત અને પુનર્વસન માટે દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તેમણે બધા સાંસદોને પણ એક મહિનાનો પગાર દાનમાં આપવાની અપીલ કરી છે

(12:00 am IST)