Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

શિલા દિક્ષીત મોટા બહેન જેવા હતા : સોનિયા ગાંધી

ખુબ નજીકના સંબંધ રહ્યા હતા

નવી દિલ્હી, તા.૨૧ : શિલા દિક્ષીતના અંતિમ સંસ્કાર વેળા કોંગ્રેસની ઓફિસથી લઇને નિગમ બોધ ઘાટ સુધી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માર્ગો ઉપર મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જોડાયા હતા. ભાવુક થયેલા સમર્થકો પોતાની પ્રિય લીડરની ઝલક જોવા માટે ઉત્સુક દેખાયા હતા. શિલા દિક્ષીત સાથે પોતાના સંબંધોની યાદ કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તેઓ તેમના માટે મોટા સપોર્ટ તરીકે હતા. તેમના મોટા બહેન અને મિત્ર તરીકે હતા. કોંગ્રેસ પાર્ટી માટે ખુબ મોટો આઘાત છે. કોંગ્રેસના કાર્યકર હંમેશા તેમને યાદ કરશે. સોનિયા ગાંધી અંતિમસંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા હતા. તેમની સાથે અમરિન્દરસિંહ, કપિલ સિબ્બલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. તે પહેલા કોંગ્રેસ ઓફિસમાં પણ શિલા દિક્ષીતના પાર્થિવ શરીરના દર્શન કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્યપક્ષોના લોકો પણ પહોંચ્યા હતા.

(7:52 pm IST)