Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ફ્લિપકાર્ટ દ્વારા ગ્રાહકોને લોન આપવા માટે ગ્રોથ કેપિટલ યોજના

મુંબઇ: વોલમાર્ટની ઓનરશિપવાળી -કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (flipkart) પોતાના સેલર્સને ફક્ત બે દિવસમાં લોન પુરી કરવા માટે ઘણી બેંકો અને નોન-બેકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)ની સાથે કરાર કર્યો છે. કંપની દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને સેલરનું ફાઇનાન્સિંગ કરનાર કાર્યક્રમ 'ગ્રોથ કેપિટલ'ને નવી રીતે તૈયાર કર્યો છે.

10 બેંકો અને એનબીએફસીને મળી શકશે લોન

યોજના હેઠળ ફ્લિપકાર્ટના એક લાખથી વધુ વિક્રેતા ફક્ત બે દિવસમાં 10 બેંકો તથા એનબીએફસી પાસેથી લોન લઇ શકે છે. કંપનીએ કહ્યું કે તેમાં એક દિવસનો સમય લોનની મંજૂરીમાં લાગી શકે છે અને આગામી બે દિવસમાં લોન આપી દેવામાં આવે છે.

લોન પર વ્યાજ પર 9.5 ટકા હશે. કંપનીએ કહ્યું કે તેના માટે એસબીઆઇ, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, આદિત્ય બિરલા ફાઇનાન્સ, ટાટા કેપિટલ, ફ્લેક્સીલોન્સ, સ્મોલ ઇંડસ્ટ્રીઝ ડેવલોપમેંટ બેંક ઓફ ઇન્ડીયા (સિડબી), લેંડિંગકાર્ટ, ઇંડિફાઇ અને હેપ્પી લોન્સ સાથે કરાર કરવામાં આવ્યો છે.

(5:28 pm IST)