Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જયપુરના સીકરના નીમકાથાના વિસ્‍તારમાં માલગાડી ઉપરથી પસાર થઇ ગઇ છતાં પપ વર્ષની મહિલાનો બચાવ

સીકર: નીમકાથાના વિસ્તારના જિલા રેલવે સ્ટેશન પર એક મહિલા ઉપરથી માલગાડી પસાર થયાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ઉપરથી માલગાડી પસાર થઈ ગઈ પરંતુ આમ છતાં મહિલાને ઊની આંચ પણ આવી. મળતી માહિતી મુજબ જિલા રેલવે સ્ટેશન પર એક મહિલા માલગાડીની નીચેથી પાટા ઓળંગી રહી હતી. દરમિયાન માલગાડી ચાલુ થઈ ગઈ અને મહિલા ગભરાઈને સીધી સૂઈ ગઈ.

મહિલા ઉપરથી 23  ડબ્બા સટાસટ પસાર થયા પરંતુ મહિલાને કશું થયું નહીં. દયાલ કા નાંગલની 55 વર્ષની મહિલા માલી દેવી રવિવારે જયપુર જઈ રહી હતી. તેને જિલા રેલવે સ્ટેશનથી સવારે 11 વાગે ટ્રેન પકડવાની હતી. કારણે મહિલા પાટા પાર કરવા ગઈ અને અચાનક માલગાડી ચાલુ થઈ ગઈ. દરમિયાન કોઈ વ્યક્તિએ મહિલાનો વીડિયો બનાવી લીધો.

મોડું થવાના કારણે તે બે નંબરના ટ્રેક પર ઊભેલી માલગાડી નીચેથી નીકળીને પાટા પાર કરવા લાગી અને અચાનક ગાડી રવાના થઈ ગઈ. કારણે મહિલા પાટા વચ્ચે સૂઈ ગઈ. તેની ઉપર થઈને 23 ડબ્બા પસાર થયા. પરંતુ મહિલાને કોઈ ઈજા થઈ નહીં. માલગાડી પસાર થયા બાદ લોકોએ તેને સંભાળી અને રેવાડી ફૂલેરા જતી ટ્રેનમાં બેસાડી.

(5:27 pm IST)
  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ "રાત્રે 10 વાગ્યે તેઓની દફનવિધિ સદર કબ્રસ્તાનમાં રાખેલ છે તેમ હબીબ કટારીયાએ જણાવ્યું હતું access_time 8:06 pm IST

  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST