Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કર્ણાટકઃ અધિકારીઓના ઘરે ACBના દરોડા

આવક કરતા વધુ સંપત્તિ મામલે કાર્યવાહી

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર સંકટનાં વાદળો ઘેરાયા છે. ત્યારે રાજયનાં અધિકારીગણની કફોડી સ્થિતી થઇ છે. કર્ણાટક લાંચ-રૂશ્વત વિરોધી બ્યૂરોએ બ્યૂરોક્રેટ્સ પર ગાજ બોલાવી છે. આવકથી વધુ સંપત્ત્િ। ધરાવતા અધિકારીઓનાં ઘરે દરોડા પડ્યા હતાં. કર્ણાટક એન્ટી-કરપ્શન બ્યૂરોએ દરોડા પાડતા રાજયની બ્યૂરોક્રેસીમાં હડકંપ મચી ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે રાજયમાં અનેક સ્થળો પર લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ દરોડા પાડ્યા હતાં. અધિકારીઓનાં નિવાસ સ્થાને તેવા સમયે દરોડા પાડવામાં આવ્યા છે, જયારે આઈ મોનીટરી એડવાઇઝરી(આઇએમએ) જવેલ્સનો ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે.

આ પહેલા ગત બુધવારે જ એન્ટી કરપ્શન બ્યૂરોએ રાજયભરનાં તમામ અધિકારીઓની સંપતિની તપાસ કરી હતી. જે અધિકારીઓનાં ઘરે દરોડા પડ્યા તેમાં અનેક નામાંકિત હસ્તીઓનાં નામ સામેલ છે. જેમાં કર્ણાટક વિશ્વ વિદ્યાલય ધારવાડનાં કેમીસ્ટ્રી પ્રોફેસર કલ્લપ્પા એમ હોસમની, પી ડબલ્યુનાં આસીસટન્ટ એકઝીકયુટીવ ઇજનેર ઉદય ડી ચબ્બી, ખાણ અને ભૂવિજ્ઞાન વિભાગનાં મદદનીશ ઇજનેર મહાદેવપ્પા શામેલ છે.

મહત્વનું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચાલી રહિ છે. પરંતુ બન્ને પાર્ટી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેમજ આ સરકારને તોડી પાડવા માટે અનેક વખત પ્રયાસો કરાયા છે. રાજયસરકારમાં પણ કામકાજ મામલે અનેક ઉતારચડાવ જોવા મળે છે. જો કે આ સંઘ દ્વારકા પહોંચશે કે કેમ તે ભવિષ્ય બતાવશે. કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર છે, તેમ છતાં લોકસભા ચૂંટણીમાં બન્ને પાર્ટીઓને કારમી હાર મળી છે. જો કે હવે અધિકારીઓનાં નિવાસ સ્થાને દરોડા પડવાથી રાજનીતિ ગરમાઇ તો નવાઇ નહિં.

(3:47 pm IST)