Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રોહતકઃ અમિત શાહની હાજરીમાં યોગાનો કાર્યક્રમ યોજાયા બાદ લોકોએ લુંટી ચટાઇઓ

લોકો એકબીજાની પાસેથી ખુંચવતા જોવા મળ્યા

રોહતક, તા.૨૧: ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના રોહતકમાં યોગ દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતા. જેવાં અમિત શાહ કાર્યક્રમ પૂરો કરીને નીકળ્યાં, ત્યાં જ લોકોએ યોગ માટેની ચટાઈની લૂંટ ચલાવી હતી. ચટાઈ લેવા માટે લોકો એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. તો એકબીજાના હાથમાંથી ચટાઈ ખેંચતાં પણ જોવા મળ્યા હતા.

આજે સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. મોદી સરકાર તરફથી દેશના દરેક ખૂણામાં મેગા ઈવેન્ટનું આયોજન કરાયું છે. વડા પ્રધાને રાંચીમાં યોગ કર્યા હતા. તો રોહતકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હજારો લોકો સાથે યોગ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા.રોહતકમાં આ યોગ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી. હજારો લોકો માટે ચટાઈ પાથરવામાં આવી હતી. યોગનો કાર્યક્રમ ખતમ થયા બાદ અચાનક દોડધામ મચી ગઈ હતી. સૌ કોઈ પોતાની ચટાઈ લઈને ભાગી રહ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જયારે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો તો મામલો વધારો ગરમાયો હતો. અને આયોજકો સાથે લોકોએ તૂ-તૂ મેં-મેં પણ કરી હતી.

(3:10 pm IST)