Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ચેન્નાઈમાં ભયંકર જળસંકટ : તામિલનાડુએ રોજનું 20 લાખ લીટર પીવાનું પાણી આપવાનો પ્રસ્તાવ ફગાવ્યો : કેરળ સરકારનો દાવો

જોકે તામિલનાડુના મંત્રીએ પ્રસ્તાવ ફગાવાની વાતથી ઇનકાર કર્યો : કહ્યું એક સમીક્ષા બેઠકમાં તેના પર ચર્ચા કર્યા બાદ નિર્ણય કરશું

ચેન્નાઈમાં ભયંકર જળસંકટ છે તેવામાં કેરળ સરકારે દાવો કર્યો છે કે તેમના તમિલનાડુને રોજ 20 લાખ લીટર પીવાનું પાણી આપવાના પ્રસ્તાવને AIDMK સરકારે ઠુકરાવી દીધો છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયનના કાર્યાલય તરફથી બતાવવામાં આવ્યું કે તમિલનાડુએ 'હાલ મદદની જરૂર નથી' કહેતા પ્રસ્તાવ નકારી દીધો હતો 

 જોકે, તમિલનાડુ સરકારના સ્થાનીય મંત્રી એસપી વેલુમનીએ પ્રસ્તાવ ફગાવાની વાતથી ઇનકાર કર્યો છે. એમનું કહેવું છે કે મુખ્યમંત્રી કે પલાની સ્વામી શુક્રવારે આયોજીત થનારી એક સમીક્ષા બેઠકમાં તેના પર ચર્ચા કર્યા બાદ નિર્ણયની જાહેરાત કરશે.

  જ્યારે દ્રમુક પ્રમુખ એમ. કે. સ્ટાલિને તમિલનાડુ સરકારથી અપીલ કરી છે કે તે લોકોની મદદ કરવા માટે કેરળ સાથે મળીને કામ કરે. સ્ટાલિને કેરળના મુખ્યમંત્રીની આ રજુઆત માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

  જળ સંકટને દૂર કરવા માટે ચેન્નઇ ઓથોરિટીએ પાણીની પૂર્તીમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યારે ચોમાસાનો વરસાદ ઓછો થવાથી ચેન્નઇની આસપાસ સ્થિત ચાર જળાશય સુકાવાની સ્થિતિએ પહોંચી ગયા છે. જળ સંકટનું બીજુ કારણ કર્ણાટકની સાથે ચાલી રહેલો કાવેરી નદી વિવાદ પણ છે.

  આ પહેલા કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું હતું, 'જેવું કે ચેન્નઇના મોટા જળાશય પાણીની અછતનો સામનો કરી રહ્યા છે તો એવી સ્થિતિમાં કેરળ સરકારે મદદ કરવાનો નિર્ણય લીધો છે'

પિનરાઇ વિજયને ફેસબુક પોસ્ટમાં લખ્યું, ''અમારા પ્રસ્તાવના જવાબમાં તમિલનાડુએ કહ્યું છે કે અમારી પાસે પર્યાપ્ત માત્રામાં પાણી છે. એવામાં કેરળની મદદની જરૂર નથી.''

(2:10 pm IST)