Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બિહારમાં ચમકી તાવે હાહાકાર મચાવ્યો : વધુ 5 બાળકોના ભોગ: મૃત્યુઆંક 173ની પર પહોંચ્યો

છેલ્લા 20 દિવસોમાં કુલ 479 કેસ દાખલ થયા

મુઝફ્ફરપુર:  મુઝફ્ફરપુરમાં ચમકી તાવે હાહાકાર મચાવ્યો છે તાવથી સતત બાળકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા 20 દિવસોમાં કુલ 479 કેસ દાખલ થયા છે. તો અત્યાર સુધીમાં 173 બાળકોના મોત થઇ ગયા છે.

ત્યારે ગુરૂવારના રોજ SKMCH તથા કેજરીવાલ હોસ્પિટલમાં 18 નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી આકંડાઓ જોવામાં આવે તો 124 મોત થયા છે. તમામ હોસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે

 . મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો શૈલેશ પ્રસાદએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં ચમકી તાવના 7 અન્ય બાળકોના મોત થયા છે. જેથી આ સંખ્યા વધીને 121 સુધી પહોંચી છે. કુલ 562 બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે આ તાવને લીધે 562 બાળકો હજુ પણ દાખલ છે.ત્યારે 219 બાળકોને સારવાર મળી હતી અને તેઓ સ્વસ્થય થઇ ગયા છે.શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગઇકાલ સુધી 95 તથા ખાનગી હોસ્પિટલમાં 19 બાળકોના મોત નિપજ્યા છે.

(1:37 pm IST)