Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોદીની ડિનર ડિપ્લોમસીઃ અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ગુરૂવારે લોકસભા અને રાજયસભાના સભ્યોને રાષ્ટ્રીય રાજધાની ખાતે એક ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું. રાત્રિભોજનના માટે બંન્ને સદનનાં લગભગ ૭૫૦ સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજયસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત રાજગ અને સંપ્રગ દ્યટક દળનાં નેતાઓ જોડાયા હતા. જેમાં દ્રમુકની કનિમોઇ, આપનાં રાજયસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા તેદેપાનાં ત્રણ સાંસદ વાઇ.એસ ચૌધી, સીએમ રમેશ અને ટી.જી વેંકટેશ પણ જોડાયા હતા. સુત્રો અનુસાર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલા ભોજનના આમંત્રણ અને આયોજન પાછળનો ઇરાદો નવા સાંસદ સભ્યોને જુના સભ્યો અને કેન્દ્રીય મંત્રીઓને મળવાની તક પુરી પાડવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદનું સત્ર ચાલુ થયા અગાઉ પણ વડાપ્રધાન મોદીએ રવિવારે આહ્વાહીત સર્વદળીય બેઠકમાં કહ્યું કે, જનહિતનાં મુદ્દે રાજનીતિક મતભેદોને ભુલીને વિચાર વિમર્શન કરવામાં આવે તે જરૂરી છે.

(12:02 pm IST)