Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઈજાગ્રસ્ત ધવન માટે પીએમ મોદીએ આપ્યો સંદેશો :કહ્યું તમે જલ્દી સાજા થાવ,મેદાન પર કમી અનુભવાશે તેમાં શંકા નથી

ઝડપથી સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફરશો અને દેશની જીતમાં યોગદાન આપો તેવી આશા

 

નવી દિલ્હી ;ભારતીય ટીમના ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાને કારણે વર્લ્ડકપમાંથી બહાર થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ઇજાગ્રસ્ત શિખર ધવન અંગે પ્રતિક્રિયા આપી છે.

  પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે તમે ટૂંક સમયમાં સારા થાવ તેવી પ્રાર્થના, મેદાન પર તમારી કમી અનુભવાશે તેમાં કોઇ શંકા નથી, હું આશા રાખું છું કે તમે ઝડપથી સ્વસ્થ થઇને મેદાન પર પરત ફરશો અને દેશની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો.

   અત્રે ઉલ્લેખનીય છે કે અંગુઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. હવે તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવને સોશિયલ મીડિયા પર ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દેશવાસી અને ટીમના સભ્યોનો આભાર માન્યો હતો, વીડિયોને રી-ટ્વીટ કરી વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી હતી.
  
દરમિયાન મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે પણ ધવનના વર્લ્ડ કપથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી, સચિને ઋષભ પંત માટે કહ્યું કે પોતાની જાતને સાબિત કરવાની સુંદર તક છે, સાથે આશા વ્યક્ત કરી કે ધવન જગ્યાએ ઋષભ પંત સારી બેટિંગ કરશે

(12:00 am IST)