Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જમીનથી ૧પ૦૦૦ ફૂટની ઉંચાઇએથી યોગનો વિશ્વવિક્રમ : ઇન્ડિયન એર ફોર્સના પેરાશુટ ટ્રેનીંગ સ્કુલના અધિકારીઓની કમાલ : સમગ્ર વિશ્વને યોગ દ્વારા તંદુરસ્તી, આનંદ તથા ભાઇચારાનો સંદેશ પાઠવ્યો

ન્યુ દિલ્હી : આજ ર૧ જુન-ર૦૧૮ના રોજ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત કોઇ પાણીમાં, કોઇ જમીન ઉપર કે કોઇ પર્વત ઉપર યોગા કરી યોગા-ડેની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ઇન્ડિયન એરફોર્સના જવાનોએ જમીનથી ૧પ હજાર ફૂટ ઉંચે આકાશમાં યોગા કરી નવો વિશ્વવિક્રમ સજર્યો છે.

ઇન્ડિયન એર ફોર્સના અધિકારીએ ટ્વિટર ઉપર શેર કરેલી માહિતી મુજબ એરફોર્સના પેરાશુટ ટ્રેનીંગ સ્કુલના ઇન્સ્ટ્રકટર્સએ ૧પ હજાર ફૂટની ઉંચાઇએથી યોગા દ્વારા વિશ્વને તંદુરસ્તી, આનંદ તથા ભાઇચારાનો સંદેશ પાઠવ્યો છે.

(2:22 pm IST)