Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મધ્યપ્રદેશના મુરૈનામાં ટ્રેક્ટરે જીપને ટક્કર મારતા એક જ પરિવારના 12 લોકોમાં કમકમાટીભર્યા મોત

રેતી ભરેલા ટ્રેક્ટરે ટક્કર મારતા લગ્નમાંથી પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો

મધ્યપ્રદેશના મુરૈનામાં એક ટ્રેક્ટરે જીપને ટક્કર મારતા જીપમાં સવાર એક જ પરિવારના 12 સભ્યોના ઘટના સ્થળે જ મોત કમકમાટીભર્યા નીપજ્યા હતા. જીપમાં કુલ 20 લોકો સવાર હતા. જીપમાં સવાર પરિવાર લગ્ન સમારોહમાંથી પરત આવી રહ્યું હતુ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

રેતીથી ભરેલુ ટ્રેક્ટર પુરપાટ ઝડપે જઇ રહ્યું હતું. ગંજરામપુર રસ્તા પર કાબૂ ગુમાવતા ટ્રેક્ટર-જીપ વચ્ચે ટક્કર સર્જાઇ. અકસ્માત જોનારાનું કહેવું છે કે, ટક્કર એટલી ભયંકર હતી કે જીપનો કચ્ચર ઘાણ વળી ગયો.

(1:50 pm IST)