Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

યૌન શોષણ મામલે બોલિવુડ અભિનેતા જિતેન્દ્રને મોટી રાહત : હિમાચલ હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી

અભિનેતાની પિતરાઈ બહેને 47 વર્ષ પહેલાના યૌન શોષણના આરોપ લગાવ્યા હતા

જાણીતા સિને સ્ટાર જિતેન્દ્ર માટે રાહતના સમાચાર છે. હિમાચલ હાઈકોર્ટે 47 વર્ષ જૂના યૌન શોષણ મામલે તેમની સામે કરાયેલ એફઆઈઆર રદ કરી દીધી છે. ન્યાયાધીશ અજય મોહન ગોયલે અભિનેતા જિતેન્દ્ર તરફથી કરવામાં આવેલ અરજીના તથ્યો તેમજ આ બાબત સાથે જોડાયેલ રેકોર્ડનું અવલોકન કર્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો .

    અત્રે ઉલ્લેખનીય છે કે મહિનાઓ પહેલા જિતેન્દ્રની કાકાની પિતરાઈ બહેન (કાકાની દીકરી) એ પોલિસને એક ફરિયાદ મોકલી જેમાં તેમના પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ મહિલા પોલિસ સ્ટેશન શિમલા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ અભિનેતા સામે પ્રાથમિકી નોંધવામાં આવી. એફઆઈઆરમાં અભિનેતાની પિતરાઈ બહેને 47 વર્ષ પહેલા બનેલી ઘટના માટે યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ જિતેન્દ્રએ હિમાચલ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને આ પ્રાથમિકીને રદ કરવાની અરજી કરી હતી.

(2:00 pm IST)