Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍કોલરશીપના સંગાથે ઉચ્‍ચ અભ્‍યાસ કરીને જીંદગી બનાવો

-નર્સિંગ, સાયન્‍સ, એન્‍જીનીયરીંગ, લો, એમ.બી.એ., પોસ્‍ટ ડોકટોરલ, મેડીકલરીસર્ચ સહિતના અન્‍ય અભ્‍યાસ ક્ષેત્રો માટે શિષ્‍યવૃતિ ઉપલબ્‍ધ

રાજકોટ તા. ર૧: માહિતી અને ટેકનોલોજીની સદી જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ તેમ શિક્ષણ અને જ્ઞાનનું મહત્‍વ ઉત્તરોતર વધી રહ્યું છે. શિક્ષણના ક્ષેત્રે હરીફાઇના કારણે તથા ગમતી અને સંતોષકારક મોભાદાર જોબ મેળવવા માટે ભારતમાં તથા ફોરેનમાં ઉચ્‍ચ શિક્ષણ મેળવવાનો ક્રેઝ પણ ખૂબ જ વધી રહ્યો છે. જો કે ઉચ્‍ચ શિક્ષણના સંગાથે જ આજના જમાનામાં ઉજ્જવળ કારકિર્દિનું નિર્માણ કરી શકાય છે જે પણ એક હકીકત છે. હાલમાં વિવિધ ક્ષેત્રે ઉચ્‍ચ શિક્ષણ મેળવવા માટે રાષ્‍ટ્રીય આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાખેણી સ્‍કોલરશીપ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્‍ધ છે. જેની વિગતો જોઇએ તો...

HDFC બેન્‍ક એજ્‍યુકેશનલ ક્રાઇસીસ સ્‍કોલરશીપ સપોર્ટ ર૦૧૯ અંતર્ગત HDFC બેન્‍ક દેશના તેજસ્‍વી અને આર્થિક પરેશાનીનો સામનો કરતા વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ આપી રહી છે. કે જેઓ પરિવારના સંકટને કારણે ભણવાનું છોડી રહ્યા છે. આ યોજનાને મુખ્‍ય ઉદ્દેશ સ્‍કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશ્‍યો ઘટાડવાનો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

રાષ્‍ટ્રીય સ્‍તરની આ શિષ્‍યવૃતિ માટે ૬ થી ૧ર ધોરણના તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ગ્રેજ્‍ુએશન, પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન, પી.એચ.ડી., આઇ.ટી.આઇ, ડીપ્‍લોમાં અથવા તો પોલિટેનિકમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ અનાથ હોય, દિવ્‍યાંગ હોય, એક જ અભિભાવક અથવા તો પરિવારમાં કમાવાવાળા વ્‍યકિતને કોઇ ગંભીર બિમારી હોય, જેઓની નોકરી ચાલી ગઇ હ ોય, ધંધો ઠપ્‍પ થઇ ગયો હોય, છેલ્લા ત્રણ વર્ષો અથવા તેથી ઓછા સમયમાં કમાવાવાળા પરિવારજનનું મૃત્‍યુ થઇ ગયું હોય તેવા બધા વિદ્યાર્થીઓ તા.૧પ જુન ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

શિષ્‍યવૃતિ માટે પસંદ થનાર ઉમેદવારો માટે વાર્ષિક દશ હજાર સુધીની સ્‍કુલ ફી તથા ગ્રેજ્‍યુએશન, પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન, આઇ. ટી. આઇ., ડીપ્‍લોમાં, પોલિટેકિનકના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રપ હજાર રૂપિયા સુધીની ફી સીધી જ સંસ્‍થાઓને આપવામાં આવશે.

-અરજી કરવા માટેની લીંક

http://www. b4s.in/Akila/ HEC6

જ્જ GEV મેમોરીયલ મેરીટ સ્‍કોલરશીપ ર૦૧૯ ફોર લો સ્‍ટુડન્‍ટ અંતર્ગત ડો. ગુલામ ઇ. વાહનવતી સ્‍કોલરશીપ ફંડ દ્વારા લો ડીગ્રી પ્રોગ્રામમાંકોઇપણ વર્ષમાં અભ્‍યાસ કરતા તેજસ્‍વી વિદ્યાર્થીઓને મુખ્‍ય સંસ્‍થાઓમાં કાયદાનું શિક્ષણ ચાલુ રાખવા તથા ટ્રેનિંગ અને મેન્‍ટરશીપના લાભો પ્રાપ્‍ત કરવા શિષ્‍યવૃતિ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

રાષ્‍ટ્રીય સ્‍તરની આ શિષ્‍યવૃતિ માટે ઉમેદવાર સરકાર માન્‍ય લો ઇન્‍સ્‍ટીટયુટમાંથી એલ.એલ.બી./એલ.એલ.એમ.ના કોઇપણ વર્ષમાં શિક્ષણ લેતો હોય અથવા ર૦૧૯માં CLAT/LSAT/AILET અથવા તો અન્‍ય કોઇ લો એન્‍ટ્રેન્‍સ એકઝામ પાસ કરેલ હોય અથવા તો તેના માટે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થી આ શિષ્‍યવૃતિ માટે અરજી કરી શકે છે. ૧૦ તથા ૧રમાં ધોરણમાં૬૦ ટકા કે તેથી વધુ હોય અને જેના પરિવારની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ ન હોય તેઓ ૩૧ મે, ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

શિષ્‍યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા અન્‍ય શૈક્ષણિક ખર્ચ માટે પ્રતિવર્ષ પ૦ હજારથી લઇને બે લાખ રૂપિયા સુધીની શિષ્‍યવૃતિ પ્રાપ્‍ત થશે. મેન્‍ટરશીપ પ્રોગ્રામ્‍સ અંતર્ગત ભારતીય ન્‍યાયપાલિકા સાથે વિચાર વિમર્શ કરવાનો મોકો પણ મળશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ GMM2

જ્જ નર્સિંગ સ્‍કોલરશીપ ફોર ગર્લ્‍સ, સસાકાવા ઇન્‍ડિયા લેપ્રસી ફાઉન્‍ડેશન ર૦૧૯ અંતર્ગત ફીઝીકસ કેમેસ્‍ટ્રી, બાયોલોજી તથા અંગ્રેજી વિષય સાથે ધોરણ ૧ર પાસ ભારતીય મહિલા વિદ્યાર્થી કે જેઓ ઇન્‍ડિયન નર્સિંગ કાઉન્‍સિલ દ્વારા માન્‍યતા પ્રાપ્‍ત સંસ્‍થામાંથી બી.એસ.સી. નર્સિંગ કરવાના હેતુ સાથે આર્થિક સહયોગ પ્રાપ્‍ત કરવા માંગે છે તેઓ  અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની પાત્રતા

રાષ્‍ટ્રીયકક્ષાની આ શિષ્‍યવૃતિ માટે મહિલા ઉમેદવાર કે જેઓ ર૦૧૯-ર૦માં બી.એસ.સી.નર્સિંગ ડીગ્રી પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા હોય અને જેઓની ઉંમર ૧૭ વર્ષથી વધુ હોય તેઓ અરજીપાત્ર છે. અભિભાવકમાંથી કોઇપણ લેપ્રસી (કુષ્‍ઠ રોગ) થી પિડીત હોય અને લેપ્રસી કોલોનીમાં રહેતા હોવા જોઇએ.

શિષ્‍યવૃતિ માટે ઇચ્‍છુક ઉમેદવાર તા.૩૧ મે ર૦૧૯ સુધીમાં સસાકાવા ઇન્‍ડિયા લેપ્રસી ફાઉન્‍ડેશન, બીજો માળ, IEETE બિલ્‍ડીંગ, , ઇન્‍સ્‍ટીટયુશનલ એરીયા, લોદી રોડ, ન્‍યુ દિલ્‍હી-૧૧૦૦૦૩, એડ્રેસ ઉપર અરજી કરી શકે છ.ે શિષ્‍યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થી ટયુશન ફી, એડમીશન ફી, રહેઠાણ તથા ભોજન માટે પ્રતિવર્ષ ૮૮ હજાર રૂપિયા સુધીની શિષ્‍યવૃતિ અને અન્‍ય ખર્ચા માટે પ્રતિ મહિને એક હજાર રૂપિયા ભથ્‍થુ મેળવવાને પાત્ર બનશે.

-અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ NSF23

જ્જ સર્બ નેશનલ પોસ્‍ટ ડોકટોરલ ફેલોશીપ (N-PDF) ર૦૧૯ રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍કોલરશીપ અંતર્ગત વિજ્ઞાન અને એન્‍જીનીયરીંગ અનુસંધાન બોર્ડ (SERB), ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને એન્‍જીનીયરીંગ ક્ષેત્રમા ં પોસ્‍ટ ડોકટોરલ રીસર્ચ માટે યુવા સંશોધકોને આર્થિક સહયોગ આપવામાં આવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

માન્‍યતા પ્રાપ્‍ત યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી./એમ.એસ./એમ.ડી.ડીગ્રી ધારક અથવા તો જેઓની ડીગ્રી આવવાની બાકી હોય તેવા ૩પ વર્ષ સુધીના ભારતીય ઉમેદવારો અરજીપાત્ર છે. SC,ST,OBC, દિવ્‍યાંગો તથા મહિલા ઉમેદવારોને ઉંમરમાં પ વર્ષની છુટ મળવા પાત્ર છે. ૩૦ મે, ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની છ.ે

શિષ્‍યવૃતિ માટે પસંદ થનાર ઉમેદવારોને પપ હજાર રૂપિયા માસિક ભથ્‍થું અને જેઓની ડીગ્રી આવવાની બાકી છે તેવા ઉમેદવારોને ૩પ હજાર રૂપિયા, માસિક ભથ્‍થું મળશે. ઉપરાંત ર લાખ રૂપિયા રીસર્ચ ગ્રાન્‍ટ અને એક લાખ રૂપિયાનું આકસ્‍મિક અનુદાન પણ પ્રતિવર્ષ મળવાપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ SNPDF290

જ્જ સ્‍ટૈનફોર્ડ રીલાયન્‍સ ધીરૂભાઇ ફેલોશીપ ર૦૧૯ મેરીટ કક્ષાની શિષ્‍યવૃતિ અંતર્ગત સ્‍ટૈનફોર્ડ બિઝનેસ સ્‍કુલ, યુ.એસ.એ.થી એમ.બી.એ. કરવા ઇચ્‍છુક ભારતીય વિદ્યાર્થીઓ રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી. દ્વારા અપાતી આ ફેલોશીપ માટે અરજી કરી શકે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

આંતરરાષ્‍ટ્રીય કક્ષાની આ સ્‍કોલરશીપ માટે સ્‍ટૈનફોર્ડ બિઝનેસ સ્‍કુલ યુ.એસ.એ.માં MBAકરવા માટે પ્રવેશ લીધેલા તેજસ્‍વી વિદ્યાર્થીઓ ર૮ મે, ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ફેલોશીપ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓ ટયુશન ફી તથા અન્‍ય ફીમાં ૮૦ ટકા સુધીનો લાભ લઇ શકે છે.

અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ SRD7

જ્જ ICMR જુનીયર રીસર્ચ ફેલોશીપ ર૦૧૯ (રાષ્‍ટ્રીય સ્‍તર) અંતર્ગત બેઝીક સાયન્‍સ અથવા પ્રોફેશનલ ડીગ્રી કોર્સમાં પોસ્‍ટ ગ્રેજયુએટ વિદ્યાર્થી કે જેઓ ઇન્‍ડીયન કાઉન્‍સીલ ઓફ મેડીકલ રીસર્ચICMR  દ્વારા અપાતી ફેલોશીપ માટે તથા મુખ્‍ય શૈક્ષણીક સંસ્‍થાઓમાંથી પીએચડી અથવા રીસર્ચ માટે આર્થીક સહયોગ મેળવવા ઇચ્‍છતા હોય તેઓ અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ એમ. એસ. સી./ એમ.એ. ડીગ્રીમાં પપ ટકા મેળવ્‍યા હોય (SC, ST,VH PH માટે પ૦ ટકા) અને ૩૦ સપ્‍ટેમ્‍બર ર૦૧૯ સુધીમાં ર૮ વર્ષ સુધીની ઉંમર હોય (જનરલ કેટેગરી માટે) તેઓ અરજી પાત્ર છે. રીઝર્વ કેટેગરી માટે ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે. ર૭ મે, ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની છે. શિષ્‍યવૃતી માટે પસંદ થનાર ઉમેદવારોને રપ હજાર રૂપીયા માસીક ભથ્‍થુ, પ્રતિવર્ષ ર૦ હજાર રૂપીયાનું આકસ્‍મીક ભથ્‍થુ સહીત HRA તથા મેડીકલનો લાભ મળવાપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ IJR9

જ્જ બાંડ યુનિવર્સિટી ઇન્‍ડીયા એકસલન્‍સ સ્‍કોલરશીપ ર૦૧૯ (આંતરરાષ્‍ટ્રીય) અંતર્ગત ભારતના ધોરણ ૧ર પાસ તથા ગ્રેજયુએટ થયેલા તેજસ્‍વી વિદ્યાર્થીઓ કે જેઓ ઓસ્‍ટ્રેલીયામાં આવેલ બાંડ યુનિવર્સિટીમાંથી કુલ ટાઇમ ગ્રેજયુએશન તથા પોસ્‍ટ ગ્રેજયુએશન ડીગ્રી પ્રોગ્રામ કરવા માંગે છે તેઓ આ શિષ્‍યવૃતિ માટે અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉપરોકત યુનિવર્સિટીનો ઓફર લેટર હોય અને જેઓનો શૈક્ષણીક રેકોર્ડ સારો હોય તેઓ ર૪ મે, ર૦૧૯ ુસધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને ટયુશન ફીના રૂપમાં ૧૦ હજાર ઓસ્‍ટ્રેલીયન ડોલર મળવાપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ BUI3

જ્જ EAIT ઇન્‍ટરનેશનલ સ્‍કોલરશીપ્‍સ, ઓસ્‍ટ્રેલીયા ર૦૧૯ (આંતરરાષ્‍ટ્રીય) અંતર્ગત ધોરણ ૧ર પાસ ભારતીય તેજસ્‍વી વિદ્યાર્થીઓ કે જેઓ ઓસ્‍ટ્રેલીયાની યુનિવર્સિટી ઓફ કવીન્‍સલેન્‍ડમાંથી ફુલ ટાઇમ અંડર ગ્રેજયુએશન ડીગ્રી પ્રોગ્રામ કરવા માંગે છે તેઓ આ સ્‍કોલરશીપ માટે અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ઉપરોકત યુનિવર્સિટીમાં ફુલટાઇમ અંડર ગ્રેજયુએશન કરવા માટે અરજી કરી હોય તથા બિનશરતી ઓફર લેટર મેળવ્‍યો હોય તેઓ ૩૧ મે ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થયેલ ઉમેદવારોને ફી માટે ૧૦ હજાર ઓસ્‍ટ્રેલીયન ડોલર સુધીની શિષ્‍યવૃતિ પ્રાપ્ત થશે.

અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/ EIS3

 આટઆટલી સ્‍કોલરશીપ્‍સ ઉચ્‍ચ અભ્‍યાસ માટે મળી રહી છે ત્‍યારે શિક્ષણની દુનિયામાં ડંકો વગાડીને ઇન્‍ટેલીજન્‍ટ પર્સનાલીટી બનવા માટે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, આત્‍મવિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને મહેનત કરવા તુટી પડો.મંડી પડો ઉજ્જવળ ભવિષ્‍ય આપ સૌની રાહ જોઇ રહયું છે. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

સૌજન્‍ય

સ્‍માઇલીંગ સ્‍ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

 

(10:15 am IST)