Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

લખનૌ કોમી હિંસામાં હોમાતુ રહી ગયું : જુથ અથડામણ

લૌખના, તા. ર૧ : લખનૌના કેસરબાગ વિસ્તારમાં એક મામુલી વાતમાં બે જુથો સામસામે આવી ગયા પણ પોલીસે તરત જ કાર્યરત થઇ ને પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા લખનૌ ગઇ રાત્રે કોમી હિંસામાં હોમાતુ બચી ગયું.

જીલલા મેજીસ્ટ્રેટ કૌશલ રાજ શર્મા અને એસ.એસ.પી. દિપકકુમારની આગેવાની હેઠળ આખા વિસ્તારમાં પોલીસને ગોઠવી દેવામાં આવી જેથી હિંસા થતા થતા રહી ગઇ. કૌશલ શર્મા અને દિપકકુમારે આખા વિસ્તારમાં પગે ચાલીને લાઉડ સ્પીકર દ્વારા સ્થાનીક લોકોને સમજાવ્યાા.

કૈસર બાગના નજીરાબાદમાં ધાર્મિક કાર્યક્રમ માટે સાઇકલ સ્ટેન્ડ ચલાવતા મુન્ના નામના શખ્સ તેને લાકડી વડે મારવા લાગ્યો. ત્યાર પછી બે જુથના લોકોએ ભેગા થઇને સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો. સ્પેશીયલ મીડીયામાં પણ તરત જ અફવા ફેલાઇ કે કોની હિંસા થઇ છે.

જે યુવકને મારવામાં આવ્યો તેની ભાભીએ કહ્યું કે અમારી અંગત લડાઇને લોકો જબરદસ્ત કોમી રંગ આપી રહ્યા છે અમે ઘણા વર્ષોથી અહીં રહીએ છીએ અને હજુ પણ અમારે અહીં જ રહેવાનું છે. આ કોઇ કોમી હિંસા નથી. (૯.૩)

(12:07 pm IST)