Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

દવાઓમાં ઘાલમેલ કરનારને જન્મટીપની સજા થશે

વિક્રેતા કંપનીઓની જવાબદારી ફિકસ થશે ડ્રગ્સ-કોસ્મેટિક એકટમાં સંશોધન માટે સરકાર સક્રિય

નવી દિલ્હી, તા. ર૧ : દવાઓની દરેક પ્રકારની ગરબડી માટે તાત્કાલીક ધોરણે દવા વેચાણની કંપનીઓની જવાબદારી નક્કી કરાશે. ડ્રગ એન્ડ કોસ્મેટિક એડવાઇઝરી બોર્ડે દવા નિર્માતાઓની દવાની માર્કેટીંગ કરતી બ્રાન્ડીંગ કરતી કંપનીઓને પણ ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટ ૧૯૮૦ના દાયરામાં લાવવાના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે તેની સાથે જ આ કાયદામાં સંશોધનનું કામ શરૂ થઇ ગયું છે તેના માટે આ હેતુથી નોટિફીકેશન તૈયાર કરી લોકોના મંતવ્ય લઇને પરિવતર્ન કરાશે.

દવા સંબંધી કોઇ ગરબડી માટે હજુ સુધી કોઇ પણ દવા વેચાણ કંપનીઓ કોઇપણ ગરબડીનો ટોપલો દવા નિર્માતા કંપનીઓ માથે નાખીને જવાબદારીમાંથી છુટી જાય છે, પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આધીન દવાઓના ક્ષેત્રમાં કામ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ડ્રગ એન્ડ કોસ્મેટીક એડવાઇઝરી બોર્ડ કાર્ય કરી રહી છે. હવે દવાની ગુણવતા ખરાબ હોવાના, તેની નકારાત્મક અસર થવી તેમજ મંજુરી વગર દવા નિર્માણના મામલે દવા નિર્માતાની સાથે જ તેની વેચતી કંપની પણ કાયદામાં સમાવેશ કરાશે.

આ કાયદા દ્વારા દવા અને કોસ્મેટીક ઉત્પાદોને માર્કેટીંગ કરતી કંપનીઓને સાણસામાં લાવી શકાશે. ત્યારબાદ દવાથી માંડીને ક્રીમ, પાવડર, હેરડાઇ સહિત તમામ સૌદર્ય પ્રસાધનોની ગુણવત્તા ખરાબ થવા પર માર્કેટીંગ કંપનીઓને પણ દોષિ માનવામાંઅ ાવશે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરી રહેલી નાગરિક સંગઠનોની અપીલ પર ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ બોર્ડની સામે આ પ્રસ્તાવ રાખ્યો હતો.

બોર્ડની મંજુરી બાદ આ કાયદાનું વિસ્તૃત માળખુ તૈયાર કરાશે. ત્યારબાદ નોટિફીકેશન બહાર પાડીને ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટ ૧૯૮૦માં  ફેરફાર કરાશે તેના તેના હેઠળ દવા વેચાણ કંપનીઓને પણ સામેલ કરાશે. (૮.૭)

(12:01 pm IST)