Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

લોકશાહી ભયમાં: યશવંત સિંહાએ ભાજપ (મોદી) સાથે છેડો ફાડયો

ભાજપને ૨૦૧૯ની ચુંટણી પહેલા મોટો ઝટકોઃ મોદી સરકારના નોટબંધી, જીએસટી અંગેના નિર્ણયને લઇને કર્યા આકરા પ્રહારોઃ લોકતંત્ર ખતરામાં, તેના માટે લડતો રહીશ, BJP સાથે તમામ સંબંધો સમાપ્ત કરૃં છું: સિંહા

નવી દિલ્હી તા. ૨૧ : લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા સિનિયર લીડર અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધું છે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપની સાથે મારા તમામ સંબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરું છું.

એટલું જ નહીં મોદી સરકારના નોટબંધીના નિર્ણય અને જીએસટી લાગૂ કરવાની રીતને લઇ પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા.

સિન્હાએ આ વર્ષે ૩૦ જાન્યુઆરીના રોજ રાષ્ટ્ર મંચના નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંગઠન બિન-રાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને ઉજાગર કરશે. શનિવારના રોજ કેટલાંય વિપક્ષી નેતાઓ સાથે મીટિંગ કર્યા બાદ યશવંત સિન્હાએ આ નિર્ણય લીધો છે.

ભાજપને ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. ભૂતપૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ ભાજપ સાથે છેડો ફાડયો છે. તેઓએ પટણામાં એ એલાન કરીને પક્ષ અને ચુંટણીની રાજનીતિમાંથી સન્યાસ લીધો છે.

યશવંતે કહ્યું કે, પુત્ર જયંતસિંહા મોદી સરકારમાં મંત્રી છે પરંતુ મેં પહેલા જ ચુંટણીની રાજનીતિ છોડી દિધી હતી. તેઓએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધીને કહ્યું કે, ચુંટણી પંચ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. દરેક એજન્સીઓ સરકારના ઇશારે ચાલી રહી છે. બજેટ સત્રમાં ગતિરોધ કેન્દ્રનું ષડયંત્ર છે.

તેઓએ નોટબંધી માટે આરબીઆઇ અને અરૂણ જેટલીને જવાબદાર ગણાવ્યા. ગુજરાત ચુંટણી માટે શીયાળુ સત્રને ટુંકાવી દેવાયું.(૨૧.૨૧)

(3:11 pm IST)
  • મધ્યપ્રદેશ સરકારનાં સાગર જિલ્લાનાં ભાજપ સાંસદ લક્ષ્મી નારાયણ યાદવને જ્યારે જળ સંકટ અંગે સવાલ પુછવામાં આવ્યો તો, જાણે લોકોની મજાક ઉડાવતા હોય તેમ જવાબ દેતા કહ્યું હતું કે " જેઓ વર્ષોથી પાણીની રાહ જોઇ રહ્યા છે તેઓ શું થોડા વધારે મહિનાઓ પાણીની રાહ જોઇ શકે તેમ નથી? એમાં લોકો પર કઇ મોટી મુસીબત આવી પડે છે?" access_time 11:40 pm IST

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં પોતાના નિવેદનમાં પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક ગણાવ્યા હતા. એ બાદ પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે નિશાન સાધ્યું છે. એક પછી એક ટ્વિટ કરતા ખ્વાજા આસિફે નિશાન સાધતા વડા પ્રધાન મોદીને અભણ ગણાવ્યા હતા, લ્ક્યું હતું કે PM મોદી વારંવાર કાલ્પનિક ર્સિજકલ સ્ટ્રાઇકનો દાવો કરે છે. access_time 2:20 am IST

  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST