Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ઓલિમ્પિક મેડલ વિજેતા દોડવીર યુસેન બોલ્ટ બની ગયો ‘કંગાળ’ :ખાતામાંથી 98 કરોડ રૂપિયા ઉડી ગયા

ઉસેન બોલ્ટના ઇન્વેસ્ટમેન્ટ SSL (સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) કંપનીમાં હતું. તે જમૈકન ઇન્વેસ્ટમેન્ટ કંપની છે

કેરેબિયન દેશ જમૈકાના ઓલિમ્પિક મેડલ વિજેતા દોડવીર યુસેન બોલ્ટ હવે ‘કંગાળ’ બની ગયો છે. તેના આખી જિંદગીની કમાણી એક ઝાટકે ઉપડી  ગયા હતા. લંડનથી બેઇજિંગ સુધી રેસ ટ્રેક પર દબદબો ધરાવનારા દોડવીર બોલ્ટ સાથે જે બન્યું તેનાથી સૌ કોઇના હોશ ઉડી ગયા છે. બોલ્ટ આઠ ઓલિમ્પિક ગોલ્ડ જીતી ચૂક્યો છે. વાસ્તવમાં યુસેન બોલ્ટ સાથે  $12.7 મિલિયન (લગભગ રૂ. 98 કરોડ)ની છેતરપિંડી કરવામાં આવી છે.

ઉસેન બોલ્ટના ઇન્વેસ્ટમેન્ટ ખાતામાંથી 98 કરોડ રૂપિયા ઉડી ગયા હતા. તેનું એકાઉન્ટ SSL (સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) કંપનીમાં હતું. તે જમૈકન ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા એક પત્રને ટાંકીને આ મામલાની માહિતી આપવામાં આવી છે

(10:05 pm IST)