Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

'પઠાન' ઘણા બધા રેકોર્ડ તોડી શકે :ભારતમાં માત્ર એક જ દિવસમાં 2 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ થઈ ગયું

દિલ્હી-એનસીઆરમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ 1.79 કરોડથી વધુ અને મુંબઈમાં 1.74 કરોડની એડવાન્સ ટિકિટ બુક :સૌથી વધુ એડવાન્સ બુકિંગ બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં કરાયું

મુંબઈ : બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન‘ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. આવામાં ફેન્સ શાહરૂખ ખાનને સ્ક્રીન પર જોવા માટે આતુર છે. પઠાન 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે, ફિલ્મની રિલીઝ પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. પઠાને માત્ર 1 દિવસમાં જબરદસ્ત કમાણી કરી છે. એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે 2 લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું છે. ‘પઠાન’ના હિન્દી અને તેલુગુ વર્ઝનની સૌથી વધુ ટિકિટ વેચાઈ છે.

‘પઠાન’નું એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે શાહરૂખ ખાનની ફિલ્મ વિવાદોથી કોઈ ફરક પડ્યો નથી. શાહરૂખ ખાનને થિયેટરમાં જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પઠાને તેની રિલીઝ પહેલા જ 14.66 બિઝનેસ કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ 1.79 કરોડથી વધુ થઈ ગઈ છે. મુંબઈમાં 1.74 કરોડની એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી છે. ‘પઠાન’ માટે સૌથી વધુ એડવાન્સ બુકિંગ બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં કરવામાં આવ્યું છે.

 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પઠાનની રિલીઝના દિવસે એટલે કે પહેલા જ દિવસે કિંગ ખાનની ફિલ્મ 40 કરોડનું કલેક્શન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પહેલા વીકમાં ભારતમાં 150થી 200 કરોડના આંકડાને પાર કરી શકે છે. વર્લ્ડ વાઈડ ફિલ્મની કમાણી 300 કરોડને પાર કરી શકે છે. પઠાન પહેલા શાહરૂખ ખાનની મોટી ઓપનિંગવાળી ફિલ્મોમાં હેપ્પી ન્યૂ યરનો સમાવેશ થાય છે.

(8:35 pm IST)