Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પીએમ મોદી પર બનેલી BBCની ડૉક્યૂમેન્ટ્રીને શેર કરનારી ટ્વીટને બ્લૉક કરવાના આદેશ

યૂ ટ્યુબ વીડિયોને પણ બ્લૉક કરવાનો આદેશ :બીબીસીની ડૉક્યૂમેન્ટ્રીના પ્રથમ એપિસોડને શેર કરવામાં આતા વિડિઓને બ્લોક કરવા આદેશ :સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ આદેશ જાહેર કર્યો

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે વડાપ્રધાન મોદી પર બનેલી BBCની ડૉક્યૂમેન્ટ્રીને શેર કરનારી ટ્વીટને બ્લૉક કરવાના આદેશ આપ્યા છે. સૂત્રો અનુસાર, સરકારે તે યૂ ટ્યુબ વીડિયોને પણ બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે જેમાં બીબીસીની ડૉક્યૂમેન્ટ્રીના પ્રથમ એપિસોડને શેર કરવામાં આવ્યો હતો. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે.

સૂત્રોની માનીએ તો આવી 50 ટ્વીટને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં યૂઝર્સે બીબીસીની ડૉક્યૂમેન્ટ્રી ધરાવતી યૂ ટ્યુબ લિંક્સને શેર કરવામાં આવી હતી. આ આદેશ સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવે આઇટી નિયમ, 2021 હેઠળ મળનારી ઇમરજન્સી પાવર અંતર્ગત આપ્યો છે. સૂત્રોની માનીએ તો યૂ ટ્યુબ અને ટ્વિટરે તે આદેશને માનવો પડશે.

  મહત્વપૂર્ણ છે કે ડૉક્યૂમેન્ટ્રીને વિદેશ મંત્રાલયે એક પ્રોપગેન્ડા પીસ ગણાવ્યુ છે. વિવાદ વચ્ચે ગૃહમંત્રાલય, વિદેશ મંત્રાલય અને સૂચના અને પ્રસારણ મંત્રાલયના સીનિયર અધિકારીઓએ ડૉક્યૂમેન્ટરીની તપાસ કરી અને તેને સુપ્રીમ કોર્ટના પ્રાધિકરણ પર આક્ષેપ લગાવવાનો પ્રયાસનું જાણવા મળ્યુ. ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન નામની ડૉક્યૂમેન્ટરીના કેટલાક ટ્વીટ અને યૂ ટ્યુબ વીડિયો હવે માઇક્રો બ્લૉગિગ અને વીડિયો શેરિંગ વેબસાઇટ પર જોવા નહી મળે.

(8:22 pm IST)