Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વંદે ભારત એક્સપ્રેસ પર ફરી વખત પથ્થરમારો : બિહારમાં કટિહાર જિલ્લાના બલરામપુરમાં ઘટના

કોચ સંખ્યા C6ના બારીના કાચ તૂટી ગયા:કોઇને ઇજા થવાની સૂચના નથી

નવી દિલ્હી : વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની એક ઘટના સામે આવી છે. આ ઘટના બિહારમાં કટિહાર જિલ્લાના બલરામપુરમાં બની છે. ટ્રેન સંખ્યા 22302 પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોચ સંખ્યા C6ના બારીના કાચ તૂટી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા થવાની સૂચના નથી.

કટિહારના આરપીએફે મીડિયાને જણાવ્યુ કે 22302 ડાઉન વંદે ભારત એક્સપ્રેસની એસ્કૉર્ટ પાર્ટીએ જણાવ્યુ કે કોચ 6માં બર્થ નંબર 70 પર મુસાફરોએ ડાલખોલા-તેલતા રેલ્વે સ્ટેશનને પાર કરતા સમયે પથ્થરમારાની જાણ કરી હતી. બિહારના કટિહારમાં બલરામપુર અંતર્ગત આ સ્પૉટ આવે છે. પથ્થરમારાને કારણે કોચ સી-6નો એક કાચ તૂટી ગયો હતો.

કટિહાર જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન અંતર્ગત સ્થાનિક અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. રેલ્વે સુરક્ષા દળ (RPF)એ દૂર્ઘટનાસ્થળ પર એક તપાસ દળને મોકલ્યુ છે, જેથી આ ખબર પડી શકે કે હુમલા પહેલા શું થયુ હતુ.

 

આ રીતની પ્રથમ ઘટના 3 જાન્યુઆરીએ બિહારના કિશનગંજ જિલ્લામાં સામે આવી હતી. જેમાં વંદે ભારત ટ્રેન પર બહારથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. TMCએ કહ્યુ કે નિયમિત ટ્રેનના નામ વંદે ભારત રાખવામાં આવી રહ્યા છે અને મુસાફરો પાસેથી વધુ ભાડુ વસૂલવામાં આવી રહ્યુ છે, જે રાજ્યના લોકોને નારાજ કરી રહ્યુ છે, જેને કારણે લોકો અત્યાધુનિક નવી ટ્રેન પર પથ્થરમારો કરીને જવાબ આપી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે 11 જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં ટ્રેનના એક કોચને નુકસાન થયુ હતુ. ટ્રેનનું ઉદ્દઘાટન 19 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. દૂર્ઘટના ત્યારે બની જ્યારે ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ ટ્રેન વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનથી મરીપાલેમમાં કોચ મેન્ટેનન્સ સેન્ટર જઇ રહી હતી. મહત્વપૂર્ણ છે કે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે ટ્રેન ચલાવવા માટે ટ્રાયલ રન કરવામાં આવતુ હતુ.

(8:02 pm IST)