Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

મિસ યુનિવર્સનો ખિતાબ મેળવનાર હરનાઝ સંધુનુ વજન વધી જતા લોકોઍ તેની મજાક ઉડાવી

સેલીપાક રોગથી પીડાતી હરનાઝ સંધુઍ જણાવ્યું કે લોકો પહેલા મને ખુબ પાતળી કહી મજાક ઉડાવતા હવે મને મોટી કહે છે.

વાત મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ વિશે જેને વિશ્વમાં ભારતનુ નામ રોશન કર્યું અને 21 વર્ષીય હરનાઝ સંધુએ ઇઝરાયેલમાં યોજાયેલી મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. 1994માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી. વર્ષ 2000માં છેલ્લે લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી આમ 21 વર્ષ પછી ભારતીય સુંદરીએ આ સફળતા મેળવી પરંતુ આજ કાલ હરનાઝ સંધુ ખુબજ ટ્રોલ થઈ રહી છે અને કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે હવે તમને થતુ હશે કે વિશ્વમાં જેને ગૌરવ અપાવ્યું તે કયા કારણેથી ટ્રોલ થઈ રહ્યી છે જાણવા માટે જુઓ આ પુરો વિડીયો મારી સાથે 

વિશ્વ સુંદરી હરનાઝ સંધુને ટ્રોલ કરવાનું કારણ તેનું વધેલું વજન છે, જેના કારણે તે પહેલાથી જ નેટિઝન્સના નિશાના પર આવી ચુકી છે. ટ્રોલર્સે જોયું કે મિસ યુનિવર્સ 2021ની તસવીરો જોઈએ તો હરનાઝ સંધુ ખૂબ જ સ્લિમ લાગી રહી છે, જ્યારે મિસ યુનિવર્સ 2022માં તેનું વજન વધી ગયું છે. ટ્રોલર્સ હવે હરનાઝની પાછળ પડી ગયા છે, તેણીને સોશિયલ મીડિયા પર બોડી શેમિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા વર્ષે પણ હરનાઝ ને તેના વધેલા વજન માટે ટ્રોલ થવું પડ્યું હતું, ત્યારબાદ તેણે પોતાની બીમારી નો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા.

હરનાઝ હાલમાં જ ‘મિસ યુનિવર્સ 2022’ના ફિનાલેમાં પહોંચી હતી. જ્યા હરનાઝે મિસ  યુનિવર્સ તરિખે લાસ્ટ વોક કર્યું જ્યા તે બેલેન્સ ન રહેતા પડતા પડતા રહી બચી...આ વિડીયો પણ   ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. જોકે, આ પહેલા પણ હરનાઝ સંધુએ તેના વધતા વજનનું કારણ જણાવ્યું છે. ટ્રોલ કરનારાઓને જવાબ આપતા તેણે કહ્યું કે “હું એવા લોકોમાંથી એક છું કે પહેલા લોકો મને ‘ખૂબ પાતળી’ કહીને મારી મજાક ઉડાવતા અને હવે તેઓ મને ‘મોટી કહે છે ..’ અને  ટ્રોલ કરે છે. મને સેલિયાક રોગ છે. આ અંગે કોઈને નથી જાણ. હું ઘઉંનો લોટ અને ઘણી વસ્તુઓ ખાઈ શકતી નથી. 

સેલિયાક રોગમાં, શરીર ગ્લુટેનને પચાવવામાં અસમર્થ હોય છે, જે આંતરડાને નુકસાન પહોંચાડે છે. વૈશ્વિક સ્તરે, આ રોગ 100માંથી એક વ્યક્તિને થાય છે. આ રોગમાં શરીરમાં ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય દાખલ થવાથી નાના આંતરડામાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા શરૂ થાય છે, જે સમય જતાં પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને પોષક તત્વોને શોષી લેતા અટકાવે છે.

ડોકટરોના મતે આંતરડાને નુકસાન થવાથી ઘણીવાર ડાયેરિયા, થાક, વજન ઘટવું, પેટનું ફૂલવું અને એનિમિયા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જો બાળકોને આ રોગ છે, તો તે તેમના વિકાસને અસર કરે છે. આરોગ્ય નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું છે કે આ રોગ વારસાગત પણ છે અને સેલિયાક રોગ (માતાપિતા, બાળક, ભાઈ-બહેન) માતાપિતા પાસેથી બાળકમાં પસાર થવાની 10 માંથી 1 શક્યતા છે. સેલિયાક ડિસીઝ ફાઉન્ડેશન અનુસાર, જ્યારે લોકો ગ્લુટેન ધરાવતા ખોરાક અથવા દવાઓ લેવાનું શરૂ કરે છે ત્યારે તે કોઈપણ ઉંમરે વિકસી શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો, સેલિયાક રોગ ઘણા ગંભીર રોગો તરફ દોરી શકે.

(5:58 pm IST)