Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જમ્‍મુમાં ‘ભારત જોડોયાત્રા' વચ્‍ચે ૨ આતંકી વિસ્‍ફોટ : ૬ને ઇજા

સર્ચ ઓપરેશન શરૂ : ૩૦ મીનીટમાં નરવાલ વિસ્‍તારમાં બે ધડાકા : સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ

નવી દિલ્‍હી તા. ૨૧ : જમ્‍મુના નરવાલ વિસ્‍તારમાં સતત બે આતંકી બ્‍લાસ્‍ટ થયા છે. સેનાએ આ બ્‍લાસ્‍ટની પુષ્‍ટિ કરી છે. જાણકારી મળી છે કે આ બ્‍લાસ્‍ટ ટ્રાન્‍સપોર્ટ નગરમાં થયા છે. આ બ્‍લાસ્‍ટમાં ૭ લોકોને ઇજા થઇ છે. સેનાએ મોટા સ્‍તરે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ બ્‍લાસ્‍ટ એવા સમયમાં થયા છે. જ્‍યારે રાહુલ ગાંધીની નેતૃત્‍વવાળી ભારત જોડો યાત્રા જમ્‍મુથી પસાર થઇ રહી છે. થોડાક દિવસ પહેલા સુરક્ષા એજન્‍સીઓએ રાહુલ ગાંધીને યાત્રા દરમિયાન ચાલીને ન જવાની સલાહ આપી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે બે વાહનોમાં વિસ્‍ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે ૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. પોલીસ અધિકારીએ કહ્યું, ‘વિસ્‍તારને ઘેરાબંદી કરવામાં આવ્‍યો છે અને અન્‍ય પોલીસ કર્મિયોની સાથે કરી લેવામાં અન્‍ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્‍થળ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે.' ૨૬ જાન્‍યુઆરી પહેલા સુરક્ષા એજન્‍સીઓએ જમ્‍મુમાં ગમે ત્‍યારે મોટી ઘટના બની શકે છે તે અંગે એલર્ટ જાહેર કર્યું હતું. બીજી તરફ જમ્‍મુમાં પણ રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આવી સ્‍થિતિમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ શકે છે.

(5:23 pm IST)