Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

યુએસ મિડ ટર્મ ચૂંટણી પરિણામઃ સંસદમાં બીજી વખત ચૂંટાયા 4 ભારતીય-અમેરિકી, 11ને સ્ટેટ એસેમ્બલીમાં જગ્યા

ડેમોક્રેટિક પાર્ટીના 4 ભારતીય-અમેરિકી બીજી વખત સંસદ પહોંચવામાં સફળ રહ્યાં છે

વોશિંગ્ટનઃ અમેરિકામાં થયેલી મિડ ટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના હાઉસ ઓફ રિપ્રેઝેનેટેન્ટિવ અને રિપબલ્કિનન્સે સેનેટ પર કબજો જમાવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના 4 ભારતીય-અમેરિકી બીજી વખત સંસદ પહોંચવામાં સફળ રહ્યાં છે. વિસ્કોન્સિનમાં ડેમોક્રેટ જોશ કૌલે ઈતિહાસ બનાવ્યો છે. એટોર્ની જનરલ બનનાર આ પહેલાં ભારતીય-અમેરિકી બન્યાં. આ ઉપરાંત 11 ભારતીય મૂળના અમેરિકીઓએ સ્ટેટ એસેમ્બલીમાં જીત મેળવી છે. 6 નવેમ્બરે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની તમામ 435 અને સેનેટની 35 સીટ માટે ચૂંટણી થઈ હતી.

- ઈલિનોયથી રાજા કૃષ્ણમૂર્તિ બીજી વખત ચૂંટાયા છે. તેમને ભારતીય મૂળના રિપબ્લિકન ઉમેદવાર જેડી દિગંકરને 30% પોઈન્ટના અંતરથી હરાવ્યાં. ત્રણ વખત સાંસદ રહેલાં ડો. અમી બેરા કેલિફોર્નિયાથી ચોથી વખત ચૂંટાયા છે. તેઓએ રિપબ્લિકન ઉમેદવાર એન્ડ્રયુ ગ્રાંટને હરાવ્યાં.
- સિલિકોન વેલીથી ડેમોક્રેટ રો ખન્નાએ રિપબ્લિકન રોન કોહેનને 44% પોઈન્ટના અંતરથી હરાવ્યાં. ખન્નાના જણાવ્યા મુજબ તેમનું કેમ્પેન શાનદાર રહ્યું. હું લોકોનો આભારી છું કે તેઓએ મને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વની તક આપી. ડેમોક્રેટ્સને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં જે બહુમત મળ્યું છે, તેનાથી આર્થિક અને વિદેશ નીતિ પર ફર્ક પડશે.
- તો ડેમોક્રેટ પ્રમિલા જયપાલે રિપબ્લિકન્સ પાર્ટીના ક્રેગ કેલરને હરાવ્યાં. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પહોંચનારા ભારતીય મૂળની તે એક માત્ર મહિલા છે. પ્રમિલાએ કહ્યું કે અમે સરકારની શાખાઓ વચ્ચે સત્તાનું સંતુલન બનાવી રાખીશું. અમારો મુખ્ય વિરોધ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નકારાત્મક નીતિઓને લઈને હશે.

- વિસ્કોન્સિલ રાજ્યમાં જોશ કૌલ એટોર્ની જનરલ બનનાર ભારતીય મૂળના પહેલાં વ્યક્તિ બન્યાં. તેઓએ રિપબ્લિકન પાર્ટીના બ્રેડ શીમલને હરાવ્યાં. કેન્ટુકી એસેમ્બલીમાં ડેમોક્રેટ નીમા કુલકર્ણીએ રિપબ્લિકન જોશુઆ ન્યૂબર્ટને હરાવીને એસેમ્બલીમાં પહોંચી. નીમા વકીલ છે અને પોતાના લો ફર્મ ચલાવે છે.
- અમીશ શાહ પહેલી વખત ચૂંટણીમાં જીત્યાં છે. તેઓ એરિઝોના એસેમ્બલી માટે ચૂંટાયા. કેવિન થોમસ ન્યૂયોર્ક એસેમ્બલી માટે ચૂંટાયા. મુજતબા મોહમ્મદે નોર્થ કેરોલિના રાજ્યના સેનેટ તરીકે ચૂંટાયા છે. મોહમ્મદ કાઉન્સિલ ફોર ચિલ્ડ્રન રાઈટ્સમાં સ્ટાફ એટોર્ની રહી ચુક્યાં છે.
- વ્યવસાયી જય ચૌધરી નોર્થ કેરોલિના રાજ્ય સેનેટ માટે બીજી વખત ચૂંટાયા છે. રિપબ્લિકન નીરજ અટાની (27) ઓહિયાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ માટે ચૂંટાયા છે. નીરજ અમેરિકી ગૃહના માટે ચૂંટાનાર સૌથી ઓછી ઉંમરના ભારતીય અમેરિકી છે. સાથે જ ઓહિયો એસેમ્બલીમાં ચૂંટાનારા બીજા ભારતીય અમેરિકી બન્યાં છે.
- વોશિંગ્ટન સ્ટેટ સેનેટમાં મેનકા ધીંગરા અને વંદના સ્લેટર બીજી વખત ચૂંટાયા છે. આ ઉપરાંત ટેનેંસીથી સબી કુમાર, કેલિફોર્નિયાથી એશ કાલરા અને મેરીલેન્ડથી કુમાર બર્વે ચૂંટાયા છે.

(3:17 pm IST)
  • નોઈડામાં સિલિન્ડર ફાટ્યું : એકનું મોત : નોઈડા સેક્ટર 22 ચોળા ગામના આરડી પબ્લિક સ્કૂલ આપશે એક મકાનમાં ગેસના બે સિલિન્ડર ફાટવાથી મકાનમાં આગ ભભૂકી : આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :રામકુમાર ગુર્જરના મકાનમાં આગ ભભુકતા ભાડુઆતના રૂમમાં સિલિન્ડર ફાટ્યું : દુર્ઘટનામાં એકનું મોત નીપજયું : ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 11:28 pm IST

  • રાજકોટ : ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસે છકડો રીક્ષા પલ્ટી:રીક્ષામાં સવાર 7 વ્યક્તિઓને ઈજા : ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા : રીક્ષા ચાલક બનાવના સ્થળે રીક્ષા મૂકીને ફરાર access_time 7:08 pm IST

  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST