Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ભારતનો ઓકટો.૨૦૧૮નો બેરોજગારી દર ૬.૯ ટકાઃ ગયા વર્ષની સરખામણીમાં બેરોજગારોની સંખ્યા વધીને ડબલ ઉપર થઇ ગઇઃ સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીનો અહેવાલ

ચેન્નાઇઃ ભારતમાં ૨૦૧૮ના વર્ષ દરમિયાન બેરોજગારી દરમાં વધારો થયો છે. જે મુજબ ઓકટો.૨૦૧૮માં ૬.૯ ટકા બેરોજગારી દર હતો જે છેલ્લા ૨ વર્ષનો સૌથી ઊંચો દર છે.

આ માસમાં ૩૯૭ મિલીયન લોકોને રોજગારી મળી હતી. જે ૨૦૧૭ના ઓકટો.માસમાં ૪૦૭ મિલીયન લોકોને મળેલી રોજગારી કરતા ઓછું પ્રમાણ દર્શાવે છે. તેમજ રોજગારી વાંચ્છુક લોકોની સંખ્યા જે ૨૦૧૭ ઓકટો.માં ૧૪ મિલીયન હતી તે ૨૦૧૮માં ડબલ ઉપરાંત એટલે કે ૨૯.પ મિલીયન થઇ ગઇ છે. તેવું સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.(૧.૩)

(12:36 pm IST)