Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

એરસેલ-મેક્સિસ કેસમાં ઇડીએ ફાઇલ ચાર્જશીટ કરીઃ પી.ચિદમ્બરમ સહિત નવ આરોપીઓ ગણાવ્યા

ન્યૂ દિલ્હીઃ એરસેલ-મેક્સિસ કેસમાં યૂપીએ સરકારમાં નાણાંમંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર શકંજો કસવામાં આવ્યો છે. ગુરૂવારનાં રોજ પ્રવર્તન નિર્દેશાલયે પટિયાલા હાઉસ કોર્ટમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરી નાખી છે. આ મામલામાં કુલ મિલાવીને 9 આરોપીઓ બનાવવામાં આવ્યાં છે. ખાસ વાત તો એ છે કે લિસ્ટમાં ચિદમ્બરમનું નામ સૌથી ઉપર છે.

પટિયાલા હાઉસ કોર્ટે આ સાથે જ આ મામલાની સુનાવણીની તારીખ પણ નક્કી કરી દીધી છે. ચાર્જશીટ પર સુનાવણી 26 નવેમ્બરનાં રોજ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આજ સવારનાં ચિદમ્બરમને INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા થોડી રાહત મળી હતી. કોર્ટે આ મામલામાં ચિદમ્બરમની અંતરિમ પ્રોટેક્શન વધારીને 29 નવેમ્બર સુધી કરી દીધું હતું.

એવામાં કોંગ્રેસે ચિદમ્બરમને જાણી જોઇને આ મામલામાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે ઇડી સરકારનાં કબ્જામાં છે અને જે પણ સરકારની વિરૂદ્ધ બોલે છે તેની વિરૂદ્ધમાં કેસ થઇ જાય છે.

કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ 2006માં એરસેલ-મેક્સિસ ડીલ અંતર્ગત વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ (એફઆઇપીબી)ની મંજૂરી મળવા મામલાની તપાસ CBI અને ED કરી રહેલ છે. તે સમયે પી ચિદમ્બરમ નાણાંમંત્રી હતાં. તેઓની પર આરોપ છે કે તેઓએ એરસેલ-મેક્સિસને એફડીઆઇની સિફારિશ માટે આર્થિક મામલાની કેબિનેટ કમિટીને નજરઅંદાજ કરી દીધાં હતાં.

(10:31 am IST)