Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ઇંગ્‍લેંડ સ્‍થિત ભારતીય મૂળના દંપતિની ધરપકડઃ ખાવાનું આપવાના બદલામાં એક વ્‍યકિતને ગુલામ તરીકે રાખવાનો આરોપ

લંડનઃ દક્ષિણ ઇંગ્‍લેંડમાં પોલેન્‍ડના એક વ્‍યક્‍તિને ખાવાનું આપવાના બદલામાં આધુનિક પ્રકારની ગુલામી કરાવવાના આરોપસર ભારતીય મૂળના દંપતિ પલવિંદર તથા પ્રિતપાલ બિન્નીંગની ધરપકડ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પંચાવન વર્ષ આસપાસની ઉંમર ધરાવતા આ દંપતિએ છેલ્લા ૪ વર્ષથી પોલેન્‍ડના મજુરને પોતાના બગીચામાં બંધાવેલા શેડમાં રાખ્‍યો હતો. જેણે સાઉથેમ્‍પટનમાં આવેલા  એક આરોગ્‍ય કેન્‍દ્રમાં આપવીતી વર્ણવતા ગેંગમાસ્‍ટર્સ એન્‍ડ લેબર એબ્‍યુઝ ઓથોરીટી (GLAA)એ આ દંપતિની ધરપકડ કરી હતી. તથા તેમના ઘરની તલાશી લઇ પુરાવાઓ જપ્‍ત કર્યા હતા.

(12:00 am IST)