Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

છત્તીસગઢમાં કાંકેર જંગલોમાં આજે થયેલા પોલીસ સાથેના એન્કાઉન્ટરનો મૃત્યુ આંક સતત વધી રહ્યો છે: રાત સુધીમાં કુલ ૨૯ નક્સલવાદીઓ ઠાર મરાયા: ૩ પોલીસ ઘાયલ

છત્તીસગઢ પોલીસે નક્સલવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી પ્રદાન કરવા માટે લોકોને મોટો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી

આજે મંગળવારે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ૨૯ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, સીમા સુરક્ષા દળે જણાવ્યું હતું.

 

 "મોટી સંખ્યામાં નક્સલીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે... હું સુરક્ષા દળોના જવાનોને અભિનંદન આપવા માંગુ છું... અમે બધા સીએમ વિષ્ણુ દેવ સાઈના નેતૃત્વમાં કામ કરી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અમને માર્ગદર્શન આપી રહ્યા છે. જે કંઈ જરૂરી છે તે કરવામાં આવશે...આગામી સમયમાં નકસલમુક્ત બસ્તર સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. સરકાર વાતચીત માટે તૈયાર છે અને વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ  પરંતુ બસ્તરમાં શાંતિ હોવી જોઈએ..." ડેપ્યુટી સીએમ વિજય શર્માએ કહ્યું...

 

(9:06 pm IST)