Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભારતીય પોસ્‍ટ વિભાગ, ઇન્‍ડિયન આર્મી, ઇન્‍ડિયન રેલ્‍વે, પોલીસ કોન્‍સ્‍ટેબલ સહિતમાં ધો.10 પાસ કર્યા પછી પણ સરકારી નોકરીની તક

ભારત સરકારના અમુક વિભાગોમાં માત્ર બોર્ડની પરિક્ષા પછી નોકરી કરી શકાય છે

નવી દિલ્હીઃ આપણા દેશમાં સરકારી નોકરી એ લગભગ દરેક યુવાનું સપનું હોય છે. તેમાં સમાજમાં પ્રતિષ્ઠા મળે તેની સાથે સાથે સરકારી સુવિધાઓ, આકર્ષક પગાર અને જોબ સિક્યુરિટી પણ મળતી હોય છે. આવામાં મોટાભાગના માતા પિતાની પણ ઈચ્છા હોય છે કે તેમના બાળકને કોઈને કોઈ સરકારી નોકરી મળી જાય. આજના સમયમાં સરકારી નોકરી મેળવવા માટે સારી એવી યોગ્યતાની જરૂર પડતી હોય છે. પરંતુ ભારત સરકારમાં કેટલાક એવા વિભાગ છે જેમાં તમે ફક્ત 10મું પાસ કરીને પણ નોકરી મેળવી શકો છો.

ભારતીય પોસ્ટ વિભાગ

10મું પાસ હોય તેમના માટે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી નીકળતી હોય છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, શોર્ટિંગ આસિસ્ટન્ટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સહિત વિવિધ પદો માટે ભરતી નીકળે છે. જેના માટે 10મું ધોરણ પાસ કર્યા બાદ અરજી કરી શકાય છે.

ઈન્ડિયન આર્મી

10મું પાસ કરનારા યુવાઓ માટે ઈન્ડિયન આર્મીમાં પણ ભરતી નીકળતી હોય છે. સેનામાં ભરતી થાય તો તમને સરકારી નોકરીની સાથે સાથે દેશની સેવાની પણ તક મળે છે.

ઈન્ડિયન રેલવે જોબ્સ

ભારતીય રેલવે તરફથી સમયાંતરી ભરતી નીકળતી હોય છે. જેના માટે ધોરણ 10 પાસ લોકો અરજી કરી શકે છે. તમે રેલવેમાં ટ્રેકમેન, ગેટમેન, પોઈન્ટ્સમેન, હેલ્પર, પોર્ટર સહિત અનેક પદો પર સરકારી નોકરી મેળવી શકો છો. આ ઉપરાંત રેલવેમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે અપ્રેન્ટિસ પદો માટે પણ ભરતી નીકળતી રહે છે.

પોલીસ કોન્સ્ટેબલ જોબ્સ

અનેક રાજ્યોમાં પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓની ભરતી માટે ધોરણ 10 પાસની યોગ્યતા માંગવામાં આવે છે. જો તમે ધોરણ 10 પાસ હોવ અને પોલીસ વિભાગમાં સરકારી નોકરી કરવા માંગતા હોવ તો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

આર્મ્ડ ફોર્સિસ

ધોરણ 10 પાસ થયા બાદ આર્મ્ડ ફોર્સિસમાં પણ સરકારી નોકરી મેળવી શકો છો. તેમાં તમે આર્મી, ઈન્ડિયન નેવી કે ઈન્ડિયન એરફોર્સમાં પણ વિવિધ પદોમાં ભરતી થઈ શકો છો.

ફોરેસ્ટ ગાર્ડ

તમારી પાસે ફોરેસ્ટ વિભાગમાં પણ નોકરી કરવાનો વિકલ્પ હોય છે. અનેક રાજ્યોમાં ફોરેસ્ટ ગાર્ડ્સની ભરતી નીકળે છે. આ સરકારી નોકરી માટે કેટલાક રાજ્યોમાં શૈક્ષણિક યોગ્યતામાં ફક્ત ધોરણ 10 પાસ માંગવામાં આવે છે.

(5:13 pm IST)