Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

પિતાને અગ્નિદાહ આપતા પહેલાની સ્‍નાનવિધી દરમિયાન પુત્ર ગંગા નદીમાં ડૂબી જતા મૃત્‍યુ

સૌએ ડૂબતો જોયો પરંતુ પાણી ઉંડુ હોવાથી બચાવી શકાયો નહી

કાનપુર, તા.૧૬ : યુપીના કાનપુરમાં ૬૫ વર્ષના ખેડૂત પિતાનું મુત્‍યુ થતા અગ્નિદાહ આપવાની તૈયારીઓ ચાલતી હતી ત્‍યારે પુત્રનું પણ મુત્‍યુ થતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાનપુર ગ્રામીણના કકવન થાણા ક્ષેત્રમાં આવેલા મુનોવરપુર ગામમાં રહેતા ૬૫ વર્ષના ખેડૂત સતીષસિંહનું બીમારીના લીધે અવસાન થયું હતું. અંતિમ સંસ્‍કાર માટે મળતદેહ લઇને સગા સંબંધીઓ અરોલ થાના ક્ષેત્રમાં આવેલા કોઠીઘાટ પહોંચ્‍યા હતા.

ખેડૂતના ૩૦ વર્ષના નાના પુત્ર વિનયે અંતિમ સંસ્‍કારની વિધીના ભાગરુપે મુંડન કરાવવામાં આવ્‍યું હતું. પિતાને મુખાગ્નિ આપતા પહેલા બાલ મુંડન કરીને ગંગામાં સ્‍થાન કરવા જતા વિનય ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. નાના ભાઇને ડૂબતો જોઇને બચાવવા પ્રયત્‍ન કર્યો તેમ છતાં ડૂબવાથી બચાવવામાં સફળતા મળી ન હતી. પિતાના અંતિમ સંસ્‍કારમાં દરમિયાન પુત્રનું ડૂબી જવાથી મોત થતા માતમ પ્રસરી ગયો હતો. પહેલા પિતા અને પછી પુત્રનું મોતની હૃદયદ્વાવક ઘટનાની ચર્ચા થવા લાગી હતી.

(4:08 pm IST)