Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ઉમેદવારીનો શંખનાદ થઇ ગયો... મેદાનમાં મોરચા મંડાયા... વિજયોત્‍સવનો નિર્ધાર

રાજકોટ : આજે સવારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ જાગનાથ મંદિરથી રેલી સ્‍વરૂપે ઉમેદવારી પત્રક ભરવા માટે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં વિશાળ સંખ્‍યામાં હાજર કાર્યકરો, વિવિધ સમાજના આગેવાનો, નેતાઓ સહિતનાને સંબોધન કર્યું હતું. સભા મંચ પર રૂપાલાજી હળવાશભર્યા દેખાયા હતા. તેમની સાથે મંચ પર પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે આગામી દિવસોમાં પ્રચાર સહિતના મુદ્દે ચર્ચા કરતી વેળાએ વિજય નિતિ હોવાની મુદ્રામાં જોવા મળ્‍યા હતા. જ્‍યારે બીજી તસ્‍વીરમાં રૂપાલાજી લાક્ષણીક મુદ્રામાં દર્શાય છે. જ્‍યારે અંતિમ તસ્‍વીરમાં ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય અને ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ જાડેજા પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ સાથે ખાસ ચર્ચા કરતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:42 pm IST)